ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
14 AUG 2017 3:27PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 14-08-2017
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ જન્માષ્ટમીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે, ભગવાન કૃષ્ણનો ‘ભગવદ ગીતા’માં પરિણામની ચિંતા કર્યા વગર ઈમાનદારીથી પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો શાશ્વત સંદેશ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા સ્રોત છે. તેમણે કહ્યું કે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરવા અને સાચા માર્ગ પર ચલવાની પ્રતિજ્ઞા લઈએ.
ઉપરાષ્ટ્રપતિના સંદેશો મૂળ પાઠ નીચે મુજબ છે :
“હું જન્માષ્ટમીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું.
દેશભરમાં પારંપરિક હર્ષોલ્લાસથી ઉજવાતો જન્માષ્ટમીનો પર્વ આપણને ભગવાન શ્રી કૃષ્ણના ઉત્કૃષ્ટ જીવનની યાદ અપાવે છે. ભગવાન કૃષ્ણ દ્વારા ‘ભગવદ્ ગીતા’માં પરિણામની બાબતમાં વિચાર્યા વિના ઈમાનદારીથી પોતાના કર્તવ્યનું પાલન કરવાનો શાશ્વત સંદેશ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા સ્રોત છે. આ શુભ દિવસના અવસર પર આપણે સૌ પોતાના કર્તવ્યનું પાલન કરવા અને સાચા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ.
હું કામના કરૂં છું કે જન્માષ્ટમી આપણા જીવનમાં શાંતિ, સૌહાર્દ, સદ્ભાવ અને સમૃદ્ધિ લાવે.”
GP/TR
(Release ID: 1499545)
Visitor Counter : 205