જળ સંસાધન મંત્રાલય

સૌની યોજના – ફેઝ-2 માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 3200 કરોડની લોનની માંગણી અંગે

प्रविष्टि तिथि: 10 AUG 2017 4:28PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-08-2017

 

ગુજરાત સરકારે તેના નાણાં વિભાગ દ્વારા ઓક્ટોબર – 2016માં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (સૌની) યોજના ફેઝ-2 માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક કે વિશ્વબેંક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી 3200 કરોડ રૂપિયાની લોન લેવા અરજી કરી હતી. કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના વિભાગ દ્વારા 02-06-2017ના રોજ સૌની –II યોજના માટે 3200 કરોડની નાણાંકીય સહાય માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ઉપરની માહિતી આજે લોકસભામાં એક અતારાંકિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજીવકુમાર બાલિયાન દ્વારા આપવામાં આવી હતી.

 

AP/J.Khunt/GP                       


(रिलीज़ आईडी: 1499174) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English