પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીના વિદાય પ્રસંગે રાજ્યસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 AUG 2017 3:53PM by PIB Ahmedabad

આદરણીય સભાપતિ જી,

એક દીર્ઘકાલીન સેવા બાદ, આજે આપ નવા કાર્યક્ષેત્રની તરફ પ્રયાણ કરશો એવો મને પૂર્ણ વિશ્વાસ છે, કેમ કે શારીરિક રીતે આપે પોતાની જાતને ઘણાં તંદુરસ્ત રાખ્યા છે. એક એવો પરિવાર જેનો લગભગ સો વર્ષનો ઈતિહાસ સાર્વજનિક જીવન રહ્યો છે, તેમના નાના, તેમના દાદા ક્યારેક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ રહ્યા, ક્યારેક સંવિધાન સભામાં રહ્યા, એક પ્રકારથી તમે એ પરિવારની પૃષ્ઠભૂમિમાંથી આવો છો, જેના પૂર્વજોનું સાર્વજનિક જીવનમાં, ખાસ કરીને કોંગ્રેસના જીવનની સાથે અને ક્યારેક ખિલાફત ચળવળની સાથે પણ ઘણી બધી સક્રિયતા રહી.

તમારું જીવન પણ Career Diplomat રહ્યું. હવે Career Diplomat શું હોય છે, તે તો મને પ્રધાનમંત્રી બન્યા બાદ જ સમજાયું, કેમ કે તેમનો હસવાનો શો અર્થ થાય છે, તેમનો હાથ મિલાવવાનો શો અર્થ થાય છે, તરત જ સમજમાં નથી આવતું! કેમ કે તેમની ટ્રેનિંગ જ એવી રીતે થઇ હોય છે. પરંતુ તેના કૌશલ્યનો ઉપયોગ અહીં 10 વર્ષમાં જરૂર થયો હશે. આ દરેકને સંભાળવામાં, આ કૌશલ્યએ કેવી રીતે સદનને લાભ પહોંચાડ્યો હશે.

આપના કાર્યકાળનો ઘણો બધો ભાગ પશ્ચિમ એશિયા સાથે જોડાયેલો રહ્યો છે, એક રાજદ્વારી તરીકે. એ જ દાયરામાં જીંદગીના ઘણાબધા વર્ષ તમારા ગયા, તે જ વાતાવરણમાં, તેજ વિચારમાં, તેજ ચર્ચામાં, એવા લોકોની વચ્ચે રહ્યા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ પણ વધુમાં વધુ કાર્ય એજ રહ્યું આપનું, લઘુમતી પાંચ હોય કે  અલીગઢ યુનીવર્સીટી હોય, તો એક વર્તુળ તમારું એજ રહ્યું. પરંતુ આ 10 વર્ષ એક અલગ જવાબદારી તમારા ભાગે આવી અને પૂર્ણ રીતે એક એક પળ સંવિધાન, સંવિધાન, સંવિધાનના જ એ વર્તુળમાં ચાલવાનું અને તમે તેને ખૂબ જ સારી રીતે નિભાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો.

 

બની શકે છે કે કેટલોક ખચકાટ હશે તમારી અંદર પણ, પરંતુ આજ પછી હવે તમારે સંકટ નહીં રહે અને મુક્તિનો આનંદ પણ રહેશે અને તમારા મૂળભૂત જે વિચાર રહ્યા હશે, તે અનુસાર તમને કાર્ય કરવાનો, વિચારવાનો, વાત કરવાનો અવસર પણ મળશે.

તમારી સાથે મારો પરિચય વધારે તો રહ્યો નથી, પરંતુ જ્યારે પણ મળવાનું થયું, ઘણું બધુ તમારી પાસેથી જાણવાનું સમજવાનું મળ્યું હતું. મારી વિદેશ યાત્રામાં જતા પહેલા, આવ્યા બાદ, તમારી સાથે જ્યારે વાત કરવાનો અવસર મળતો હતો, તમારી જે એક દીર્ધદર્ષ્ટી હતી, તેનો હું જરૂર અનુભવ કરતો હતો અને તે મને વસ્તુઓ દેખાય છે, તે ઉપરાંત શું થઈ શકે છે, તેને સમજવાનો એક અવસર આપતી હતી એટલે જ હું હૃદયથી તમારો ખૂબ આભારી છું, મારા તરફથી હૃદયથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.

 

રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિના રૂપે, આપની સેવાઓ માટે બંને સદનો તરફથી, દેશવાસીઓ તરફથી પણ તમારા પ્રત્યે આભારનો ભાવ છે અને તમારું આ કતૃત્વ, આ અનુભવ અને આ પદ બાદ નિવૃત્તિ, પોતાનામાં એક લાંબા સમય સુધી, સમાજ જીવનમાં એ વાત પર ભાર આપે છે. રાષ્ટ્રના સંવિધાનની મર્યાદાઓ પર ચાલતા દેશનું માર્ગદર્શન કરવામાં તમારો સમય અને શક્તિ કામ આવશે, એવી મારી પૂરી શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ ધન્યવાદ.



(Release ID: 1499165) Visitor Counter : 178


Read this release in: English