PIB Headquarters

ભારત સરકારના પ્રકાશન વિભાગ ‘યોજના કાર્યાલય’ દ્વારા ‘સંકલ્પ થી સિદ્ધિ’ વિષય પર 9 થી 15 ઓગષ્ટ, 2017 દરમિયાન પુસ્તક પ્રદર્શનનું આયોજન

Posted On: 09 AUG 2017 4:51PM by PIB Ahmedabad

અમદાવાદ, 08-08-2017

 

ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ નિમિત્તે તેમજ આઝાદીના 70 વર્ષ પૂર્ણ થતાં પ્રકાશન વિભાગ અમદાવાદ દ્વારા 9મી ઓગષ્ટ થી 15મી ઓગષ્ટ સુધી ‘સંકલ્પ થી સિદ્ધિ’ થીમ ઉપર પ્રકાશન વિભાગના પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત સ્વાતંત્ર્ય સંગ્રામના વીરો, આધુનિક ભારતના ઘડવૈયા, CWMG-ગાંધીજીના 100 વોલ્યુમ્સ સહિત અનેક પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ પ્રકાશન વિભાગની અમદાવાદ સ્થિત કચેરી યોજના કાર્યાલય, અંબિકા કોમ્પલેક્ષ, યુકો બેંકની ઉપર, પાલડી, અમદાવાદ ખાતે 9મી ઓગષ્ટ થી 15મી ઓગષ્ટ દરમિયાન રજાના દિવસો સિવાય સવારના 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી યોજાશે.

આ પુસ્તક પ્રદર્શનમાં પ્રકાશન વિભાગના કેટલાક પુસ્તકો ઉપર 50 ટકા વળતર પણ આપવામાં આવશે.

 

AP/J.Khunt/GP           


(Release ID: 1498989) Visitor Counter : 199