પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં સામેલ થયેલા તમામ પુરુષો અને મહિલાઓને 75મી વર્ષગાંઠે શત શત વંદન કર્યા; લોકોને વર્ષ 2022 સુધીમાં ‘નવા ભારત’નું નિર્માણ કરવા માટે પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી

Posted On: 09 AUG 2017 3:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ પર આ ઐતિહાસિક આંદોલનમાં જોડાયેલી તમામ મહિલાઓ અને પુરુષોને શત શત વંદન કર્યા છે. સાથે સાથે પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લેવા લોકોને અપીલ પણ કરી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ પર અમે તેમાં જોડાયેલા તમામ પુરુષો અને મહિલાઓને શત શત વંદન કરીએ છીએ.

 

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સંપૂર્ણ દેશ સ્વતંત્રતા મેળવવાના ઉદ્દેશ સાથે એકતાંતણે જોડાયો હતો.

 

વર્ષ 1942માં ભારતને બ્રિટિશરોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવાની તાતી જરૂર હતી. અત્યારે 75 વર્ષ પછી દેશની જરૂરિયાત જુદી છે.

 

ચાલો આપણે ભારતને ગરીબી, ગંદકી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદમાંથી આઝાદ કરાવીએ તથા વર્ષ 2022 સુધીમાં આપણાં સ્વપ્નોનાં નવા ભારતનું નિર્માણ કરીએ.

 

ચાલો આપણે ખભેખભો મિલાવીને એવા ભારતનું નિર્માણ કરીએ, જેના પર આપણા સ્વાતંત્ર્યસેનાનીઓને ગર્વ થાય. #સંકલ્પ સે સિદ્ધિ.

 

 

AP/J.Khunt/TR/GP



(Release ID: 1498959) Visitor Counter : 116


Read this release in: English