પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય
પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા ગ્રામીણ સાફસફાઈ પર નવીન વિચારો આમંત્રિત
Posted On:
04 AUG 2017 5:05PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-08-2017
કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયે (એમડીડબલ્યુએસ) સ્વચ્છાથોન 1.0 – સ્વચ્છ ભારત હેકેથોનનું આયોજન કર્યું છે, જેનો ઉદ્દેશ સાફસફાઈ સાથે સંબંધિત આવશ્યક મુદ્દાઓ માટે લોકો પાસેથી નવીન ઉપાયો મેળવવાનો છે. કાર્યક્રમ 8 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે અને પોર્ટલ (http://innovate.mygov.in/swachhathon-1.0/) પર 2 ઓગસ્ટ, 2017થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.
મંત્રાલય મુખ્યત્વે ગ્રામીણ ભારતની યુવા પેઢીને લક્ષ્યાંક બનાવવામાં ઇચ્છે છે, જેઓ નીચેની કેટેગરીઓમાં સમસ્યાઓ સાથે સંબંધિત નવીન સમાધાનો પ્રસ્તુત કરી શકે છેઃ
ક) પર્વતીય, શુષ્ક, પૂર આવવાનું જોખમ ધરાવતાં અને અંતરિયાળ વિસ્તારોમાં નવીન, ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને વાજબી શૌચાલય ટેકનોલોજી.
ખ) શૌચાલયનાં વપરાશ પર નજર રાખવા ટેકનોલોજીકલ ઉપાયો.
ગ) શૌચાલયનાં વપરાશ અને સાફસફાઈ માટે વર્તણૂંકમાં ફેરફાર લાવવા ટેકનોલોજીકલ ઉપાયો.
ઘ) શાળાનાં શૌચાલયોની કામગીરી અને જાળવણી સુધારવા નવીન મોડલ અને પદ્ધતિઓ.
ચ) મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટ (એમએચએમ) માટે નવીન ઉપાયો.
છ) મળયુક્ત સામગ્રીનાં વહેલાસર વિઘટન માટે નવીન ઉપાયો.
AP/J.Khunt/GP
(Release ID: 1498567)
Visitor Counter : 220