મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

હિંસાથી પિડીત મહિલાઓની મદદ માટે 151 વન સ્ટોપ સેન્ટર શરૂ : શ્રીમતી મેનકા સંજય ગાંધી

વન સ્ટૉપ થી અત્યાર સુધી 30 હજાર મહિલાઓની મદદ

Posted On: 04 AUG 2017 5:01PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-08-2017

 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશભરમાં હિંસાથી પીડિત મહિલાઓની મદદ માટે 151 કેન્દ્રોની શરૂઆત કર્યા છે. આ કેન્દ્ર વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત ખોલાયા છે. આ કેન્દ્રોના માધ્યમથી અત્યાર સુધી 30 હજાર પીડિત મહિલાઓની સહાયતા કરવામાં આવી છે. આ જાણકારી આજે લોકસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મંત્રી મેનકા સંજય ગાંધીએ એક તારાંકિત પ્રશ્નના જવાબમાં આપી. આ એકીકૃત કેન્દ્રો શરૂ કરવાનો ઉદ્દેશ્ય એવી મહિલાઓની મદદ કરવાનો છે, જે હિંસા બાદ પોલીસ અથવા ચિકિત્સા સુવિધાઓ સુધી પહોંચી નથી શકતી. આ કેન્દ્રોમાં એક મનોવૈજ્ઞાનિક, એક ચિકિત્સક, એક નર્સ, એક વકીલ, પોલીસ અને 8 પથારીની સુવિધા ઉપલબ્ધ છે. શ્રીમતી ગાંધીએ જણાવ્યું કે તેમનું મંત્રાલય દેશભરમાં વન સ્ટોપ સેન્ટરોની સંખ્યા વધારીને 600 કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

એક અન્ય પૂરક પ્રશ્નના જવાબમાં શ્રીમતી ગાંધીએ જણાવ્યું કે તેમનું મંત્રાલય કાર્યરત મહિલાઓની હોસ્ટેલોને નાણાકીય મદદ આપી રહ્યું છે. દેશભરમાં આવી 940 હોસ્ટેલોનું સંચાલન થઈ રહ્યુ છે. જેનાથી અત્યાર સુધી 70600 મહિલાઓને મદદ કરવામાં આવી છે.

 

AP/J.Khunt/GP                      


(Release ID: 1498564) Visitor Counter : 196


Read this release in: English