વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
સીમા પર હાટોની સ્થાપના
Posted On:
02 AUG 2017 5:48PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 02-08-2017
પડોશી દેશોની સીમાઓ પર હાટની સ્થાપના, સંબંધિત દેશો વચ્ચે સીમા વ્યાપારની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને તેને વધારવાનો એક સારો ઉપાય છે. હાલમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર ચાર સીમા હાટ ચાલી રહ્યા છે. બે સીમા હાટ મેઘાલયના કલાઈચર તેમજ બલાતમાં અને બે સીમા હાટ ત્રિપુરાના શ્રીનગર તેમજ કમાલસાગરમાં સ્થિત છે. આ ચાર સીમા હાટ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશમાં છ વધુ સીમા હાટ સ્થાપિત કરવા પર સહમતિ થઈ ગઈ છે. આમાંથી બે ત્રિપુરા અને વધુ ચાર મેઘાલયમાં સ્થાપિત કરાશે.
ભારત સરકારે મ્યાનમાર સરકારની સાથે નવ પરસ્પર સહમતિવાળી જગ્યાઓ પર સીમા હાટ ખોલવા માટે એક સહમતિ પત્ર પર કાર્ય ચાલુ કરી દીધું છે.
આ જાણકારી આજે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આપી હતી.
AP/J.Khunt/GP
(Release ID: 1498188)
Visitor Counter : 166