વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

બ્રિક્સ દેશોના વ્યાપાર મંત્રીઓની સાતમી બેઠક – શાંઘાઈમાં

Posted On: 02 AUG 2017 4:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 02-08-2017

 

બ્રિક્સ દેશોના વ્યાપાર મંત્રીઓની સાતમી બેઠક શાંઘાઈમાં 1-2 ઓગષ્ટના રોજ યોજાઈ હતી.  બેઠકમાં વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં 6 સભ્યોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો. જેમાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં જનસંપર્ક અધિકારી અને રાજદૂત જે.એસ.દીપક પણ સામેલ હતા. બેઠકની અધ્યક્ષતા ચીનના વાણિજ્ય મંત્રી જોંગ શનને કરી. દક્ષિણ આફ્રિકામાં વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી રોબ ડેવિસ, બ્રાઝીલના ઉદ્યોગ મંત્રાલયમાં વાણિજ્ય તેમજ સેવા સચિવ મારસેલો માઈયા ટવેયર્સ ડી અરાઉજો અને રૂસના આર્થિક વિકાસ મંત્રી મૈક્સિમ ઓરેશ્કિને પણ પોત-પોતાના પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં ભાગ લીધો.

બ્રિકેસ દેશોના વ્યાપાર મંત્રીઓએ 2 ઓગષ્ટ, પૂર્વાહ્ન ચીનના ઉપ-પ્રધાન મંત્રી વાંગ યંગ સાથે ઔપચારિક મુલાકાત કરી. બેઠક દરમિયાન 1 ઓગષ્ટ પૂર્વાહ્ન ચીનના વાણિજ્ય મંત્રી અને ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ.

બેઠક બાદ નિમ્નલિખિત દસ્તાવેજ સ્વીકાર કરાયા.

  • સાતમાં બ્રિક્સ વ્યાપાર મંત્રીઓનું સંયુક્ત નિવેદન
  • બ્રિક્સ દેશોમાં સેવાઓમાં વ્યાપાર પર સહયોગની રૂપરેખા
  • બ્રિક્સ ઈ-કોમર્સ સહયોગ પહેલ
  • બ્રિક્સ આઈપીઆર સહયોગ દિશા-નિર્દેશ
  • બ્રિક્સ દેશોની વચ્ચે આર્થિક અને તકનીકી સહયોગને મજબૂત કરવાનું પ્રારૂપ
  • બ્રિક્સ મૉડલ ઈ-પોર્ટ નેટવર્કના સંદર્ભની શરતો
  • બ્રિક્સ રોકાણ સુવિધાની રૂપરેખા

 

 

AP/J.Khunt/GP                         ક્રમાંક :  430



(Release ID: 1498159) Visitor Counter : 144


Read this release in: English