નાણા મંત્રાલય

બ્રિક્સ દેશોના રેવન્યૂ પ્રમુખોએ ભારતમાં અમલી જીએસટી સુધારાઓની પ્રશંસા કરી; ચીનના હંગજોઊમાં એક બેઠકમાં બ્રિક્સ રેવન્યૂ પ્રમુખોએ સહયોગના ક્ષેત્રોની ઓળખ કરીને ટેક્સ બાબતોમાં સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

Posted On: 28 JUL 2017 4:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 28-07-2017

ચીનમાં હાલમાં સંપન્ન બ્રિક્સ દેશોના રેવન્યૂ પ્રમુખોની બેઠકમાં ભારતમાં અમલી જીએસટી સુધારાની પ્રશંસા કરાઈ.

25 થી 27 જુલાઈ, 2017 સુધી ચીનના હંગજોઊમાં બ્રિક્સ દેશોના રેવન્યૂ પ્રમુખો અને ટેક્સ વિશેષજ્ઞોની બેઠકમાં બ્રિક્સ દેશોએ ભારતમાં અમલી જીએસટીની પ્રશંસા કરી. ભારતીય શિષ્ટમંડળનું નેતૃત્વ ભારતના રેવન્યૂ સચિવ ડૉ. હસમુખ અઢિયાએ કર્યું. બ્રિક્સ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ ભારતમાં અમલી જીએસટી સુધારાની બાબતમાં જાણકરી લીધી અને મોટા સુધારાના પ્રયાસો માટે  ભારતની પ્રશંસા કરી. બેઠક બાદ આયોજિત સંવાદદાતા સંમેલનમાં ભારતમાં અમલી જીએસટી સુધારાની બાબતમાં મીડિયા તરફથી પણ સવાલો કરાયા અને મીડિયાકર્મીઓને જીએસટી સુધારથી થનારા લાભની બાબતમાં માહિતગાર કરાયા.

બેઠકમાં બ્રિક્સ દેશોના રેવન્યૂ પ્રમુખો તથા ટેક્સ વિશેષજ્ઞોએ સમકાલીન આંતરરાષ્ટ્રીય ટેક્સના વિષયો પર ચર્ચા કરી. બેઠક બાદ એક સંયુક્ત વિજ્ઞપ્તિ રજૂ કરવામાં આવી. સહયોગના ક્ષેત્રોની ઓળખ કરીને ટેક્સ બાબતોમાં સહયોગને લઈને સહમતિ જ્ઞાપન પર રેવન્યૂ પ્રમુખોએ હસ્તાક્ષર કર્યા. સહયોગના નક્કી કરાયેલા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય મંચો પર સમન્વય, ક્ષમતા સર્જન, અનુભવ વહેચવા અને નિયમિત સંવાદનો સમાવેશ થાય છે.

J.Khunt/GP                        



(Release ID: 1497630) Visitor Counter : 149


Read this release in: English