જળ સંસાધન મંત્રાલય

ગુજરાતની નદીઓમાં જળસ્તરોમાં ઝડપથી વધારો થવાની આગાહી

Posted On: 28 JUL 2017 4:46PM by PIB Ahmedabad

ભારતીય હવામાન ખાતાએ આગામી બે દિવસમાં જાહેર કરેલી વરસાદની આગાહી સંકેત આપે છે કે 28 અને 29 જુલાઈ, 2017નાં રોજ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર છત્તિસગઢ, પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા પશ્ચિમ મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર મધ્યપ્રદેશ, ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદ 30 જુલાઈ, 2017થી ઘટશે તેવી શક્યતા છે. આ કારણે સોનનાં તટપ્રદેશ, અલ્હાબાદ અને બલિયા વચ્ચે દક્ષિણ ગંગાની ઉપનદીઓ, કેન બેટવા તટપ્રદેશ, ચંબલનાં તટપ્રદેશ, માહી, સાબરમતી અને નર્મદાનાં તટપ્રદેશમાં નદીઓનાં સ્તરમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે.

નર્મદા અને તાપીનાં તટપ્રદેશોઃ આ તટપ્રદેશોમાં આજે અને આવતીકાલે છૂટો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને નર્મદાનાં નીચાણવાળા વિસ્તારોમાં, તાપીનાં નીચેનાં વિસ્તારોમાં અને દમણગંગાના તટપ્રદેશોમાં. ગુજરાતમાં વડોદરા, સુરત, ભરુચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નદીઓનાં સ્તરમાં વધારો થવાની શક્યતા છે. તાપી તટપ્રદેશમાં વરસાદ થવાથી મહારાષ્ટ્રનાં નંદુરબાર, ધૂળે અને જલગાંવ જિલ્લાઓમાં નદીનાં સ્તરમાં વધારો થવાની શક્યતા છે. ઉકાઈ ડેમમાં સંગ્રહ કરવાની પર્યાપ્ત ક્ષમતા હોવાથી પાણી તાત્કાલિક ધોરણે છોડવાની જરૂર નથી. જોકે સ્થિતિ પર બારીક નિયંત્રણ રાખવાની જરૂર છે. કડાણા, ધરોઈ, દાંતિવાડા વગેરે જેવા જળાશયો પૂર્ણ જળાશય સ્તર (એફઆરએલ)ની નજીક છે. પાણીની આવકની ધારણાને આધારે નિયંત્રિત રીતે પાણી છોડવા બાજનજર રાખવાની જરૂર છે.

મહી, સાબરમતી અને બનાસ તટપ્રદેશઃ મહી અને સાબરમતીનાં તટપ્રદેશમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. નદીમાં પાણીનું સ્તર મધ્યપ્રદેશમાં ઝબુઆ, ધાર અને રતલામ, રાજસ્થાનનાં સિરોહી, પાલી, ઉદેપુર અને ડુંગરપુર જિલ્લાઓમાં, ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બાંસવાડા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાઓમાં નદીનાં જળસ્તર વધવાની શક્યતા છે.

J.Khunt/GP                   ક્રમાંક : 423



(Release ID: 1497623) Visitor Counter : 251


Read this release in: English