માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

પરિવહન ક્ષેત્ર માટે જીએસટીના લાભ

Posted On: 26 JUL 2017 5:16PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-07-2017

 

પરિવહન ક્ષેત્રમાં હાલમાં જ પ્રારંભ કરાયેલા જીએસટીથી કેટલાક પ્રકારના લાભ થશે. જીએસટી પહેલા, જટીલ ટેક્સ સંરચના અને કાગળની કાર્યવાહીને કારણે પરિવહન ઉદ્યોગને ટેક્સ અનુપાલન અને આંતરરાજ્ય વેચાણ કર જમા કરવા માટે ઘણા સંસાધનોનો ખર્ચ કરવો પડતો હતો. આંતરરાજ્ય ચેક પોસ્ટ પર દેખરેખ અને વેચાણ ટેક્સ વસુલાતના કારણે ટ્રાફિકની સમસ્યા ઘણી થતી હતી. આના પરિણામ સ્વરૂપે માલ પરિવહન અને મુસાફરોની આવરજવર ઓછી થઈ જતી હતી, જેના લીધે ખર્ચ અને પ્રદૂષણ બંનેમાં વધારો થતો હતો. ભારતીય ટ્રક સરેરાશ લગભગ વર્ષમાં 50,000 થી 60,000 કિલોમીટર આવરી લે છે, જ્યારે અમેરીકામાં એક ટ્રક ત્રણ લાખ કિલોમીટર આવરી લે છે.

એકીકૃત કર વ્યવસ્થાના કારણે આંતર-રાજ્ય ચેક પોસ્ટની જરૂરિયાત નાબૂદ થઈ ગઈ છે. આના પરિણામ સ્વરૂપ લાંબી ટ્રકો અને અન્ય માલ વાહક વાહનોની અવરજવર પર લાગનારા સમયમાં પણ ઘટાડો થશે. 50,000 રૂપિયાથી વધુના મૂલ્યની વસ્તુઓની અવરજવર માટે ઑનલાઈન નોંધણીની વ્યવસ્થાવાળી પ્રસ્તાવિત ઈ-વે બિલ સહિત માલ પરિવહનમાં સુગમતા આવશે તથા આખી પ્રક્રિયા વધુ પારદર્શી બનશે. માલ પરિવહનની અવરજવરથી વધુ ભારવાળા ટ્રકોની માંગ વધશે, જેનાથી માલના પરિવહનના ખર્ચમાં ઘટાડો થશે. માત્ર જીએસટીથી ગોદામોની સંરચનામાં પણ સુધાર આવશે. આના પહેલા કર વ્યવસ્થાના અલગ અલગ સ્તરોના કારણે કંપનીઓને દરેક રાજ્યમાં પોતાના ગોદામો બનાવવા પડતા હતા. જીએસટીની સાથે જ દરેક રાજ્યમાં ગોદામો બનાવવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે.

સડક પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નિતિન ગડકરીના કહેવા અનુસાર ભારતના લોજિસ્ટિક ક્ષેત્રને જીએસટી થી સૌથી વધુ લાભ થશે, કેમ કે એના ખર્ચમાં લગભગ 20 ટકા ઘટાડો થશે. તેમણે કહ્યું કે દેશના વિવિધ સ્થળો પર લોજિસ્ટિક પાર્ક બનાવાઈ રહ્યા છે. એનાથી ન માત્ર માલ પરિવહનની અવરજવરના ખર્ચમાં ઘટાડો થશે અને રોજગારીની તકોનું સર્જન થશે તથા પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો થશે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પરિવહન ક્ષેત્રમાં જીએસટીથી થનારા ફાયદાની બાબતમાં એક બુકલેટ પણ તૈયાર કરી છે.

 

બુકલેટ માટે અહીંયા ક્લિક કરો.... http://pibphoto.nic.in/documents/rlink/2017/jul/p201772601.pdf

AP/J.Khunt/GP                     



(Release ID: 1497240) Visitor Counter : 211


Read this release in: English