માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેયનું વિકાસ સાથે જોડાયેલ કાર્યોમાં ઉદ્યોગ જગત સાથે ભાગીદારીનું સૂચન

Posted On: 26 JUL 2017 2:49PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-07-2017

 

માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેયે ઉદ્યોગ જગતને આમંત્રિત કરતા કહ્યું કે તેઓ વિકાસ યોજનાઓમાં ભાગીદારી કરવા, સ્ટાર્ટ અપ્સની સહાયતા કરવા અને નવી પહેલ કરવા માટે આગળ આવે. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં સંલગ્ન અન્ય લોકોનો લાભ ઉઠાવવા માટે વિવિધ ઉપાયોની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે શિક્ષણ કેન્દ્ર અને રાજ્યની બાબત છે અને આ બાબતમાં દરેક રાજ્યો સાથે વ્યાપક સહયોગ અપેક્ષિત છે. તેમણે શિક્ષણ નીતિના મુદ્દા અને અન્ય બાબતો પર ઉદ્યોગના સભ્યો પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ આમંત્રિત કરી.

ડૉ. પાંડેય ગઈ કાલે કોલકાતામાં એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમ ‘શિક્ષા અને નવાચારના માધ્યમથી જીવનમાં બદલાવ તથા શિક્ષા ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2017”’ને સંબોધિત કરી રહ્યા હતા. દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં પ્રિ-પ્રાયમરી, પ્રાથમિક અને માધ્યમિક સ્કુલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પર મુખ્ય રૂપથી ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ અવસર પર થયેલા વિચાર-વિર્મશના મુદ્દામાં શિક્ષણની ગુણવત્તા, આ ક્ષેત્રમાં આગળ વધવા માટેના ટેકનિકલ ઉપાયો તથા સંપૂર્ણ શિક્ષણ તેમજ પ્રિ-પ્રાયમરી સ્તર શિક્ષકોને સાથે જોડવા પર કેન્દ્રિત રહ્યા. આ અવસર પર એસોચેમ અને કોલકાતા ચેમ્બર ઑફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

AP/J.Khunt/GP                           



(Release ID: 1497185) Visitor Counter : 131


Read this release in: English