રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ પ્રોફેસર યશપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 26 JUL 2017 2:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-07-2017

 

રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર યશપાલના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રો. યશપાલના ધર્મપત્ની શ્રીમતી નિર્મલા પાલને મોકલેલા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ‘‘મને આપના પતિ પ્રોફેસર યશપાલના નિધનના સમાચાર જાણીને ઘણું દુઃખ પહોંચ્યું છે.

જાણીતા ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર યશપાલે વિવિધ પદો પર રહીને રાષ્ટ્રની સેવા કરી. તેઓ યોજના આયોગના પ્રમુખ પરામર્શદાતા, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ, વૈજ્ઞાનિક પરિષદ, ઈન્ટરનેશનલ સેન્ટર ફૉર થિયોરેટિક્લ ફિઝિક્સના સભ્ય રહ્યા હતા. તેઓ અંતરિક્ષ કિરણોના અધ્યયનમાં પોતાના યોગદાન માટે જાણીતા હતા. વિજ્ઞાન પર આધારિત ‘ટર્નિંગ પોઈન્ટ’ શીર્ષકવાળા તેમના કાર્યક્રમોએ તેમને 1990ના દશકના ખૂબ પ્રેરક વ્યક્તિત્વ બનાવી દીધા હતા. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં આપેલી ઉલ્લેખનીય સેવાઓ માટે પ્રોફેસર યશપાલને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત સમ્માનો અર્પણ કરાયા. તેમનું નિધન આપણા દેશ અને વૈજ્ઞાનિક સમુદાય માટે અપૂરણીય ખોટ છે.

કૃપા કરીને મારી હાર્દિક સંવેદનાઓ સ્વીકારો અને તેને બાકી પરિવારના સભ્યો સુધી પહોંચાડશો. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ આપને અને આપના પરિવારના સભ્યોને આ અપૂરણીય ખોટ સહન કરવાની શક્તિ અને હિંમત આપે.’

 

 

AP/J.Khunt/GP                     


(Release ID: 1497180) Visitor Counter : 156
Read this release in: English