ગ્રામીણ વિકાસ મંત્રાલય

મનરેગાની અનિયમિતતાઓ પર કાબૂ મેળવવાના ઉપાય

Posted On: 24 JUL 2017 3:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-07-2017

 

સરકારે આજે કહ્યું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અંતર્ગત કાળા નાણાંના ખોટા ઉપયોગ, ભ્રષ્ટાચાર અને અન્ય અનિમિતતાઓનું નિરાકરણ કરવા માટે સમયાંતરે 21 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કામદારોના ખાતામાં વેતનનું સીધું હસ્તાંતરણ, ઈએફએમએસ, પ્રત્યક્ષ લાભ હસ્તાંરણ, આધાર પર આધારિત ચૂકવણી પ્રણાલી જેવા અનેક પગલા લેવાય છે. રાજ્યસભાના એક પ્રશ્નનો ઉત્તર આપતા ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી શ્રી રામ કૃષ્ણ યાદવે કહ્યું કે મનરેગાના અમલીકરણની જવાબદારી રાજ્ય સરકારોની છે, એટલે મંત્રાલયને મળતી ફરિયાદોનું કાયદા અનુસાર, તપાસ સાથે યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત રાજ્ય સરકારોને મોકલી દેવાય છે.

શ્રી યાદવે કહ્યું કે મનરેગા યોજનામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના પગલાં લેવાયા છે. સામાજિક લેખા પરીક્ષા, ફરિયાદ નિવારણ વ્યવસ્થા, રાજ્ય ગુણવત્તા નિરીક્ષક (એસક્યૂએમ) રાષ્ટ્રીય સ્તરીય નિરીક્ષક (એનએલએમ)ની જોગવાઈ છે. એટલું જ નહીં, દરેક રીતે લેવડ-દેવડ સાથે સંબંધિત સૂચના સાર્વજનિક ક્ષેત્ર (www.nrega.nic.in) પર ઉપલબ્ધ છે અને કામદારોને ચૂકવણી બેંક/પોસ્ટ ઓફિસના ખાતા દ્વારા કરાય છે. ખોટી હાજરીઓના નિકાલ માટે હાજરી રજિસ્ટરમાં ચેડા અથવા દુરુપયોગની બાબતો પર કાબુ મેળવવા માટે ઈ-મસ્ટર પ્રણાલી શરૂ કરાઈ છે.

AP/J.Khunt/GP                     



(Release ID: 1496888) Visitor Counter : 265


Read this release in: English