પ્રધાનમંત્રીનું કાર્યાલય
સંસદના ચોમાસુ સત્ર અગાઉ પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
Posted On:
17 JUL 2017 1:10PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 17-07-2017
નમસ્કાર દોસ્તો,
આજે ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ગરમી બાદ ‘પહેલો વરસાદ નવી સુગંધ માટીમાં ભરી દે છે’ જો કે આ ચોમાસુ સત્ર જીએસટીની સફળ વર્ષાના કારણે ‘આખું સત્ર નવી સુગંધ અને નવી ઉમંગથી ભરપુર થયું હશે. જ્યારે દેશના દરેક રાજકીય પક્ષ, દરેક સરકારો માત્ર અને માત્ર રાષ્ટ્રહિતના ત્રાજવા પર તોલ કરીને નિર્ણય લે છે, તો કેટલું મહત્વપૂર્ણ રાષ્ટ્રહિતનું કામ થાય છે, એ જીએસટી દ્વારા સફળ અને સિદ્ધ થઈ ગયું છે. ‘Growing Stronger Together’ એ જીએસટી spiritનું બીજું નામ છે. આ સત્ર પણ એ જીએસટી spiritની સાથે આગળ વધે.
આ સત્ર અનેકરૂપથી મહત્વપૂર્ણ છે. 15 ઓગષ્ટના રોજ આઝાદીના સાત દશકની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે. 09 ઓગષ્ટના સત્ર દરમિયાન જ ઓગષ્ટ ક્રાંતીના 75 વર્ષ થઈ રહ્યા છે. ‘Quit India’ Movementના 75 વર્ષનો આ અવસર છે. આ સત્ર છે જ્યારે દેશને નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટવાનો અવસર મળ્યો છે. એક પ્રકારથી રાષ્ટ્ર જીવનના અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો આ કાલખંડ છે. અને એટલે જ સ્વાભાવિક છે કે દેશવાસીઓનું ધ્યાન હંમેશાની જેમ આ ચોમાસૂ સત્ર પર ખાસ રહેશે.
જ્યારે આપણે ચોમાસુ સત્રનો પ્રારંભ કરી રહ્યા છીએ તો આ પ્રારંભમાં ‘આપણે દેશના એ ખેડૂતોને નમન કરીએ છીએ જે આ ઋતુમાં અથાગ પરિશ્રમ કરીને દેશવાસીઓની ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા કરે છે અને તેમને નમન કરતા આ સત્રનો પ્રારંભ થતો હોય છે.
આ ચોમાસુ સત્રમાં મને વિશ્વાસ છે કે દરેક રાજકીય પક્ષ, દરેક માન્ય સાંસદગણ રાષ્ટ્રહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લઈને, ઉત્તમ સ્તરની ચર્ચા કરીને, દરેક વિચારમાં value-addition કરવાનો પ્રયત્ન, દરેક વ્યવસ્થામાં value-additionના પ્રયત્ન આપણે સૌ મળીને કરીશું, એવો મને પૂર્ણ વિશ્વાસ છે.
આપ સૌનો ખૂબ – ખૂબ આભાર !
AP/GP
(Release ID: 1495809)
Visitor Counter : 136