પ્રધાનમંત્રીનું કાર્યાલય

મ્યાન્માર સંરક્ષણ સેવાનાં કમાન્ડર-ઇન-ચીફ સીનિયર જનરલ યુ મિન આઁગ હલૈંગ પ્રધાનમંત્રીને મળ્યાં

Posted On: 14 JUL 2017 4:35PM by PIB Ahmedabad

મ્યાન્માર સંરક્ષણ સેવાનાં કમાન્ડર-ઇન-ચીફ સીનિયર જનરલ યુ મિન આઁગ હલૈંગ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

સીનિયર જનરલ યુ મિન આઁગ હલૈંગ અમરનાથ યાત્રાનાં નિર્દોષ શ્રદ્ધાળુઓ પર તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી હુમલાનાં પીડિતોને આશ્વાસન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ પણ 7 જૂન, 2017નાં રોજ વિમાન તૂટી પડવાની દુર્ઘટનામાં મ્યાન્માર સૈન્ય દળોનાં અધિકારીઓ અને તેમનાં પરિવારજનોનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

સીનિયર જનરલ યુ મિન આઁગ હલૈંગે પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહકાર વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને મ્યાન્મારનાં સૈન્ય દળો વચ્ચે ગાઢ સંબંધની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મ્યાન્માર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે તથા તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

J.Khunt/TR/GP


(Release ID: 1495640)
Read this release in: English