સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
શ્રી થાવરચંદ ગેહલોતે આજે અમદાવાદ ખાતે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રાલયની ક્ષેત્રીય બેઠકની અધ્યક્ષતા કરી
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ત્રણ વર્ષમાં 6 વિશ્વ વિક્રમ સ્થાપ્યા, જેમાંના 5 ગુજરાતની ધરતી પર સ્થાપ્યા
Posted On:
13 JUL 2017 5:45PM by PIB Ahmedabad
અમદાવાદ, 13-07-2017
કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે આજે અમદાવાદ ખાતે મંત્રાલય દ્વારા અમલી યોજનાઓની સમીક્ષા માટે પશ્ચિમ ભારતની ક્ષેત્રિય બેઠકની અધ્યક્ષતા કરી હતી. મંત્રી શ્રીએ બેઠક બાદ જણાવ્યું હતું કે ભારત સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે અને તેમના મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 5500 કેમ્પો કરીને આશરે 7.50 લાખ લાભાર્થીઓને લાભાન્વિત કર્યા છે તથા 6 વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે અને જેમાંના 5 વિશ્વ વિક્રમ ગુજરાતની ધરતી પર નોંધાયા છે.
શ્રી ગેહલોતે જણાવ્યું હતું કે ક્ષેત્રિય બેઠકમાં પાંચ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમની સાથે મંત્રાલયની તમામ યોજનાઓ વિશે વિગતવાર સમીક્ષા કરી હતી જેના નિષ્કર્ષ ખૂબ સારા રહ્યા છે. તેમણે રાજ્યોને ફંડ ઉપયોગીતા પ્રમાણપત્ર ઝડપથી મંત્રાલયને મોકલવા જણાવ્યું હતું કે જેથી યોજનાનો આગળનો હપ્તો મંજુર કરવામાં કોઈ મુશ્કેલી ના પડે. મંત્રાલયની યોજનાઓની વિગતો આપતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા ‘વેન્ચર કેપિટલ ફંડ’ તેમજ નાણાં વિકાસ નિગમ હેઠળ લોન ઉપલબ્ધ કરાવાય છે. આ ઉપરાંત ગરીબી રેખાની આસપાસની આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને ‘વયોશ્રી’ યોજના હેઠળ ચશ્મા, વોકર, વ્હીલચેર, દાંતના ચોકઠા, સાંભળવાનું મશીન વગેરે પુરૂં પાડવામાં આવે છે. મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિની છાત્રાઓ માટે ‘આવાસી વિદ્યાલય’ની શરૂઆત કરવામાં આવી છે તેમજ નશો કરતા લોકોને આદત છોડાવવામાં માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મંત્રી શ્રીએ રાજ્યોને રાજ્યના પ્રત્યેક જીલ્લામાં નશામુક્તિ કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવાનું જણાવ્યું હતું કે જેથી યુવાનોને નશાથી દુર રાખી શકાય.
કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ પણ બેઠકમાં નીકળેલા નિષ્કર્ષોની પ્રશંસનીય ગણાવ્યા હતા. તેમણે અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો અને થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
AP/J.khunt/GP
(Release ID: 1495539)
Visitor Counter : 117