મંત્રીમંડળ
મંત્રીમંડળે વારાણસીમાં રાષ્ટ્રીય બીજ સંશોધન અને તાલીમ કેન્દ્ર (NSRTC)નાં કેમ્પસમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI), સાઉથ એશિયા રિજનલ સેન્ટર (ISARC)ની સ્થાપનાને મંજૂરી આપી
Posted On:
12 JUL 2017 4:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળે વારાણસીમાં નેશનલ સીડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર (NSRTC)નાં કેમ્પસમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI), સાઉથ એશિયા રિજનલ સેન્ટર (ISARC)ની સ્થાપનાને મંજૂરી આપી છે.
આ દરખાસ્ત હેઠળ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રાઇસ વેલ્યુ એડિશન (સીઇઆરવીએ)ની સ્થાપના વારાણસીમાં થશે. તેમાં દાણા અને ફોતરામાં ભારે ધાતુની ગુણવત્તા અને સ્થિતિ નક્કી કરવા ક્ષમતા ધરાવતી આધુનિક અને અત્યાધુનિક પ્રયોગશાળા સામેલ હશે. કેન્દ્ર સરકાર સંપૂર્ણ રાઇસ વેલ્યુ ચેઇન માટે ક્ષમતા વધારવાની કામગીરી પણ હાથ ધરશે.
આ કેન્દ્ર પૂર્વ ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હશે તથા તે વિસ્તારમાં ચોખાનું ઉત્પાદન વધારવા અને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તે પૂર્વ ભારતમાં તથા દક્ષિણ એશિયા અને આફ્રિકાનાં દેશોમાં ખાદ્ય ઉત્પાદન અને કૌશલ્ય વિકાસ માટે આશીર્વાદરૂપ બનશે તેવી અપેક્ષા છે.
ISARCનાં ફાયદા
કેન્દ્ર ચોખાની વિવિધ જાતો વિકસાવવા ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ ભારતને હેક્ટરદીઠ વધારે ઉત્પાદન હાંસલ કરવા અને પોષક દ્રવ્યો વધારવામાં મદદરૂપ થશે. ભારતની ખાદ્ય અને પોષણ સંબંધિત સુરક્ષાનાં મુદ્દાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દેશમાં વેલ્યુ ચેઇન આધારિત ઉત્પાદન વ્યવસ્થાને ટેકો આપશે. આ બગાડ ઘટાડશે, મૂલ્ય સંવર્ધન કરશે અને ખેડૂતો માટે આવકમાં વધારો કરશે. પૂર્વ ભારતમાં ખેડૂતોને ખાસ કરીને દક્ષિણ એશિયા અને આફ્રિકાનાં દેશોના ખેડૂતોને લાભ થશે.
ISARCનું મેનેજમેન્ટ
ISARC એ IRRI બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનાં શાસન હેઠળ કામ કરશે, જેઓ ડિરેક્ટર તરીકે યોગ્ય IRRI સ્ટાફ મેમ્બર્સની નિમણૂક કરશે. સંકલન સમિતિનાં અધ્યક્ષ ડિરેક્ટર જનરલ, IRRI ચેરમેન તરીકે હશે અને ભારત સરકારનાં કૃષિ વિભાગનાં સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (DAC&FW) કો-ચેરમેન હશે. સંકલન સમિતિનાં અન્ય સભ્યોમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (પાક વિજ્ઞાન), આઇસીએઆર; ડિરેક્ટર, NSRTC; ભારતમાં IRRIનાં પ્રતિનિધિ, ઉત્તરપ્રદેશ સરકારનાં પ્રતિનિધિ તથા નેપાળ અને બાંગ્લાદેશની સરકારનાં પ્રતિનિધિ તથા ખાનગી ક્ષેત્રનાં પ્રતિનિધિ સામેલ છે.
આ કેન્દ્ર સ્થાપિત કરવા સમજૂતીકરાર પર DAC&FW અને ફિલિપાઇન્સનાં IRRI વચ્ચે હસ્તાક્ષર થશે. DAC&FW વિભાગ પ્રયોગશાળાઓ, ઓફિસ, તાલીમ વર્ગો વગેરે પ્રદાન કરશે, જેની સાથે વારાણસીમાં સ્થિત NSRTCનું માળખું અને જમીન સંકળાયેલી છે. કેન્દ્ર છ મહિનાની અંદર કાર્યરત થશે.
AP/J.Khunt/GP
(Release ID: 1495310)
Visitor Counter : 119