મંત્રીમંડળ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોકાણોને સુરક્ષા અને પ્રોત્સાહન માટે સમજુતી અંગેની સંયુક્ત અર્થઘટનાત્મક નોંધોને કેબિનેટની મંજૂરી

Posted On: 12 JUL 2017 3:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોકાણોને સુરક્ષા અને પ્રોત્સાહન માટે સમજુતી અંગેની સંયુક્ત અર્થઘટનાત્મક નોંધોને (JIN) કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે.

 

JIN માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મૂડી રોકાણોના હાલના કરારોમાં મૂડીરોકાણોના પ્રોત્સાહન અને સુરક્ષા (BIPA) અંગેની સ્પષ્ટતાને આવરી લેવામાં આવશે. JIN માં સંયુક્તપણે અપનાવવા જેવા, રોકાણકારની વ્યાખ્યા, મૂડી રોકાણની વ્યાખ્યા, કરવેરાલક્ષી પગલાંમાંથી બાદબાકી, વાજબી અને સમાન વ્યવહાર (FET), નેશનલ ટ્રીટમેન્ટ (NT) અને અત્યંત પ્રીતિ પાત્ર રાષ્ટ્ર (MFN), મિલકતની લેવડ-દેવડ, આવશ્યક સુરક્ષા હિતો અને રોકાણકાર તેમજ કોન્ટ્રાક્ટ કરનાર પક્ષકાર વચ્ચેનાં વિવાદોના નિવારણ માટેના ઘણાં નિયમોને આવરી લેવામાં આવ્યાં છે.

 

સંયુક્ત અર્થઘટનલક્ષી નિવેદન સામાન્યપણે મૂડી રોકાણ અંગેની સંધિના વ્યવસ્થાપનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દ્વિપક્ષી મૂડીરોકાણ સંધિ (BIT)માં વધતા જતા વિવાદના પ્રમાણને કારણે, આવા નિવેદનો ટ્રિબ્યુનલ સમક્ષ સમજ આપવા બાબતે મજબૂત મૂલ્ય ધરાવે છે. દેશો વચ્ચેનો આવો સક્રિય અભિગમ, આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ દ્વારા સંધિની શરતોના વધુ અનુમાનિત અને સુસંગત વાંચનને ઉત્તેજન આપી શકે છે.


(Release ID: 1495282) Visitor Counter : 82


Read this release in: English