મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા એમઓયુને મંજૂરી આપી

Posted On: 12 JUL 2017 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળનાં ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન) અને બાંગ્લાદેશ સરકારનાં પોસ્ટ, ટેલીકમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ બાંગ્લાદેશ કમ્પ્યુટર કાઉન્સિલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ડિવિઝનનાં બાંગ્લાદેશ ગવર્મેન્ટ કમ્પ્યુટર ઇન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમ (બીજીડી ઇ-ગવ સીઆઇઆરટી) વચ્ચે સાયબર સુરક્ષા સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે. આ એમઓયુ પર 8 એપ્રિલ, 2017નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

 

આ એમઓયુનો આશય સીઇઆરટી-ઇન અને બીજીડી ઇ-ગવ સીઆઇઆરટી વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં સાયબર હુમલા અને સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓ પર માહિતીનું આદાનપ્રદાન, સાયબર સુરક્ષા સાથે સંબંધિત ટેકનોલોજી પર સહકાર સ્થાપિત કરવાનું, દરેક દેશનાં પ્રસ્તુત કાયદા અને નિયમો સાથે સુસંગત આ ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ તથા સાયબર સુરક્ષા નીતિઓનું આદાનપ્રદાન સામેલ છે. તેનો આશય સમાન આધારે, પારસ્પરિક લાભદાયક રીતે માહિતીનું આદાનપ્રદાન કરવાનો છે.

 

સીઇઆરટી-ઇન અને બીજીડી ઇ-ગવ સીઆઇઆરટી વચ્ચે એમઓયુનો અમલ સાયબર સુરક્ષા પર સંયુક્ત સમિતિ મારફતે થશે.

 

પૃષ્ઠભૂમિ:

 

સીઇઆરટી-ઇન એ ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય નોડલ એજન્સી છે, જેનો ઉદ્દેશ ભારતીય સાયબર ક્ષેત્રનું રક્ષણ કરવાનો છે. એટલે સીઇઆરટી-ઇન ઘટનાની પ્રતિક્રિયા અને સમાધાન માટે વિદેશી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) સાથે જોડાણ કરવાનો છે.

 

અત્યારે વિવિધ પ્રકારનાં સાયબર હુમલાઓનું જોખમ વધ્યું છે, જેને ધ્યાનમાં રાખીને સરકારો, વ્યવસાયો અને ઉપભોક્તાઓનું જોખમ ઘટાડવા આ સમજૂતી થઈ છે. ઉપરાંત સાયબર સુરક્ષા માટે સજ્જ રહેવાની અને સિસ્ટમને સુરક્ષિત જાળવવા તથા સુરક્ષા સંબંધિત કામગીરી અને પ્રક્રિયાઓનાં મહત્ત્વ સાથે સંબંધિત જાગૃતિ વધારવાની તેમજ સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં બે સંસ્થાઓ દ્વારા સહકારનાં મહત્ત્વને માન્યતા પ્રદાન કરવાની જરૂર છે.



(Release ID: 1495274) Visitor Counter : 76


Read this release in: English