નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોતાનું એર સેવા વેબ પોર્ટલને અપડેટ બનાવશે

મંત્રાલયે એરસેવા 2.0ની ડિઝાઈન તૈયાર કરવા માટે હિતધારકો સાથે ચર્ચા–વિચારણા કરી

Posted On: 11 JUL 2017 5:23PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12 જુલાઈ,  2017

 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પાછલા અઠવાડિયે દરેક હિતધારકોની એક બેઠક આયોજિત કરી હતી, જેમાં એરસેવા 2.0ની ડિઝાઈન તૈયાર કરવા, એરસેવા વેબ પોર્ટલ અને પાછલા વર્ષે નવેમ્બરમાં શરૂ કરાયેલી મોબાઈલ એપનું અપડેટેડ વર્ઝન તૈયાર કરવાની બાબતમાં વિચારોને આમંત્રિત કર્યા કે જેથી વિમાન યાત્રાને વધુ સુવિધાયુક્ત અને તકલીફ મુક્ત બનાવી શકાય. બેઠકમાં દરેક હિતધારકો જેવા કે એરલાઈન્સ, હવાઈ મથકો, ઇમિગ્રેશન, સીમા શૂલ્ક વિભાગો, ડીજીસીએ વગેરેના નોડલ અધિકારીઓએ ભાગ લિધો હતો. બેઠકમાં, સેવામાં સુધાર, ઉપભોક્તાઓ માટે સુખ – સુવિધાઓમાં વૃદ્ધિ અને ફરિયાદોના ઝડપથી નિકાલની બાબતમાં અનેક મહત્વપૂર્ણ સૂચનો અપાયા. આ સૂચનોનો એરસેવા 2.0ની ડિઝાઈનમાં સમાવેશ કરવાનો નિર્ણય પણ કરાયો છે.

 

આ બેઠક એરસેવા 1.0ની સફળતાને જોતા બોલાવાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી લગભગ 19,000 એપ ડાઉનલોડ થઈ ચૂકી છે અને વેબ પોર્ટલની શરૂઆત બાદથી આના પર 65,000 થી વધુ લાઈક મળી ચૂકી છે. આ દરમિયાન 92 ટકાથી વધુ ફરિયાદોનું નિરાકરણ નિર્ધારિત સમય-મર્યાદાની અંદર કરી દેવાયું છે.

મંત્રાલયે યાત્રીઓ દ્વારા કરાતી વિવિધ સમસ્યાઓના સમાધાન માટે 26.11.2016ના રોજ એરસેવા વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કર્યો હતો. આ સેવાઓના માધ્યમથી ઉપભોક્તા અવર-જવરવાળી દરેક ઉડાનોની સ્થિતિની લાઈવ જાણકારી એક ક્લિક કરવા માત્રથી પ્રાપ્ત કરી શકે છે. ફ્લાઈટ નંબર દ્વારા કોઈપણ હવાઈ મથક પર કોઈપણ સેવાની માહિતી મેળવી શકાય છે અને તેને સંબંધિત અન્ય જાણકારી પણ વેબ પોર્ટલથી સીધી પ્રાપ્ત કરી શકાય છે. આનાથી ફરિયાદોના નિરાકરણની વ્યવસ્તાને વધુ પારદર્શી અને જવાબદારીપૂર્ણ બનાવવામાં મદદ મળે છે.

 

AP/J.khunt/GP                           



(Release ID: 1495163) Visitor Counter : 127


Read this release in: English