સંરક્ષણ મંત્રાલય
દરિયામાં ઊંચા મોજાની સ્થિતિમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા માનવતાવાદી સહાય
Posted On:
11 JUL 2017 4:49PM by PIB Ahmedabad
અમદાવાદ, 11 જુલાઈ, 2017
પશ્ચિમ ભારતના દરિયાકિનારે નૈઋત્યનું ચોમાસુ બેસી જતા દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા છે. દરિયામાં આ પ્રકારની સ્થિતિને દરમિયાન એસએઆરની કોઈ પણ જરૂરિયાત પૂર્ણ કરવા ભારતીય તટરક્ષક દળ (આઇસીજી)એ તેના એકમોને તૈયાર રાખ્યા છે. 10 જુલાઈ, 2017ના રોજ દરિયાઈ તપાસ માટે ફરતી ટુકડીએ દરિયામાં એક દિશાહિન હોડીને જોઈ હતી. હોડીના સભ્યો તૂતક પર સહાય માગતા હોય તેવું જોવામાં આવ્યું હતું. ભારતના પશ્ચિમ દરિયાકિનારા પર માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને હોડી (માળખું/રંગ) ગુજરાતની હોડીઓ જેવી લાક્ષણિકતા ધરાવતી નહોતી. ઉપરાંત જહાજ પર આગળ (ફોક્સલ)ની બાજુ પર તેનું નામ ઉર્દૂ ભાષામાં લખેલું હતું. તટરક્ષક દળના ડોર્નિયરે હોડી સાથે સંચાર સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં કોઈ સફળતા મળી નહોતી. ત્યારબાદ પોરબંદરમાં તટરક્ષક દળની કામગીરીના કેન્દ્રને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. માહિતી મળ્યા પછી ભારતીય તટરક્ષક દળના પેટ્રોલિંગ પરના જહાજ સમુદ્રી પ્રહરને સહાય માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. આઇસીજીનું એક વિમાન તપાસ અને સહાય માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું, ત્યારે ઇલેક્ટ્રોનિક તપાસ મારફતે સંપર્ક જાળવી રાખવામાં આવ્યો હતો.
K0SV.jpg)
ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પ્રહરીએ 10 જુલાઈ, 2017ના સાંજે અને રાતના સમયગાળામાં મુશ્કેલીમાં મૂકાયેલી હોડી સાથે અસરકારક રીતે અડ્ડો જમાવ્યો હતો, જહાજમાં સવાર આઇસીજી અધિકારીઓએ હોડી અને તેના સભ્યોની જાણકારી સુનિશ્ચિત કરી હતી. મુશ્કેલીમાં મૂકાયેલી હોડીનું નામ “અલ બોમ મેરિઝ” હતું, જેણે 05 જૂન, 2017ના રોજ યેમેનથી વિદાય લીધી હતી. ત્યારબાદ 6 જૂન, 2017ના રોજ હોડીમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ત્યારથી દરિયામાં દિશાહિન થઈને ફરતી હતી. આઇસીજીના જહાજે હોડીના દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જેમાં યેમેનના મત્સ્ય વિભાગ દ્વારા ઇશ્યૂ થયેલા હોડીમાં સવાર સભ્યોના નામની યાદી અને સોમાલિયાના એક માછીમારની લોગ બુક સામેલ હતી. હોડી પર સવાર છ સભ્યો (03 યેમેનીઝ, 01 સોમાલિયન અને 02 તાન્ઝાનિયન) ડિહાઇડ્રેટેડ સ્થિતિમાં હતા અને સ્પષ્ટપણે વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. હોડીમાં કમ્યુનિકેશન બંધ થઈ ગયું હતું અને 02 હેન્ડ હેલ્ડ જીપીએસ હેલ્ડની બેટરી કામ કરતી બંધ થઈ ગઈ હતી, જેથી તેઓ ખુલ્લાં દરિયામાં નિઃસહાય થઈ ગયા હતા. માર્ગમાં તેમને મળેલી મર્ચન્ટ વેસલ્સે સહાય કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમને હોડીમાં ચાંચિયા હોવાની શંકા હતી. નૈઋત્યના ચોમાસાની સ્થિતિથી દરિયાની સ્થિતિમાં વધારો થવાથી હોડી ભારતીય કિનાર તરફ ફંટાઈ હતી. ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પ્રહરીએ પોતાના વિસ્તારમાં હોડીનું આગમન થયા પછી તેમાં સવાર સભ્યોને પાણી, ભોજન અને જરૂરી તબીબી સહાય કરી હતી. સભ્યોની તબિયત સુધારા પર હતી અને પછી હોડીને બદઇરાદાની શંકા ટાળવા સુરક્ષા સંસ્થાઓ દ્વારા સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર તરફ રવાના થઈ હતી.
અત્યારે 11 જુલાઈ, 2017ના રોજ હાથ ધરવામાં આવેલ વિવિધ સંલગ્ન સંસાધન સંસ્થાઓની હાજરીમાં ફરજિયાત સંયુક્ત તપાસ માટે પોરબંદરમાં તટરક્ષક ગોદીમાં હોડી લંગારવામાં આવી છે. સંપૂર્ણ કામગીરીમાં જીવન રક્ષણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હતું.
(Release ID: 1495155)
Visitor Counter : 189