પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો; રાજ્યનારાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ સહાયની ખાતરી આપી
प्रविष्टि तिथि:
11 JUL 2017 12:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન વી વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત પણ કરી હતી તથા શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલાઓ અને નફરત પ્રેરિત બદઇરાદાઓ સામે ક્યારેય ઝૂકશે નહીં.
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આ હુમલામાં જીવ ગુમાવનાર તમામ લોકોનાં સ્વજનો સાથે મારી લાગણી છે. ઇજાગ્રસ્તો વહેલા સાજાં થાય એવી પ્રાર્થના.
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથની યાત્રા શાંતિપૂર્વક કરતા યાત્રાળુઓ પર થયેલા કાયરતાપૂર્વકના હુમલાને લઈને જે દુઃખ થયું છે એ વર્ણવવા મારી પાસે શબ્દો નથી. આ હુમલાને દરેક વ્યક્તિએ આકરા શબ્દોમાં વખોડી કાઢવો જોઈએ.
મેં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી છે તથા જરૂરી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે."
(रिलीज़ आईडी: 1495107)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English