પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીનું ઈઝરાયલમાં આગમન; બેન ગુરિઓન એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત

Posted On: 04 JUL 2017 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આજે તેલ અવિવના બેન ગુરિઓન એરપોર્ટ પર આગમન થયું હતું. 

અહીં પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે વિસ્તૃત સત્તાવાર સ્વાગત સમારંભનું આયોજન થયું હતું, જેમાં ઈઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતાન્યાહુએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સમારંભમાં ગાર્ડ ઓફ ઓનરનો સ્વીકાર કર્યો હતો. 

ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતાન્યાહુએ તેમના અખબારી નિવેદનની શરૂઆત હિંદી શબ્દો "आपका स्वागत है मेरे दोस्त" સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનું ખુલ્લા હૃદયે સ્વાગત છે અને બંને દેશો વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે અનેક ક્ષેત્રોમાં પુષ્કળ તકો ઉપલબ્ધ છે. તેમણે પ્રધાનમંત્રીને મહાન નેતા અને "વિશ્વના અગ્રણી નેતા" ગણાવ્યા હતા. 

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના અખબારી નિવેદનની શરૂઆત હિબ્રૂ ભાષાના શબ્દો “શલોમ લે’કુલમ” સાથે કરી હતી. તેમણે હિબ્રૂ ભાષામાં જ કહ્યું હતું કે, “ઈઝરાયલમાં આગમનથી મને આનંદ થયો છે.” 

અહીં તેમણે બરોબર 41 વર્ષ અગાઉ 4 જુલાઈના રોજ ઇઝરાયલે એન્ટેબીમાં કરેલ ઓપરેશનને યાદ કર્યું હતું. તેમાં પ્રધાનમંત્રી નેતાન્યાહુના મોટા ભાઈએ ઇઝરાયલના અનેક બંધકોને મુક્ત કરાવવા શહીદી વહોરી હતી. 

આપણા ઊંચી વૃદ્ધિને જાળવી રાખવાના અને સંપૂર્ણ, સર્વાંગી વિકાસના માર્ગે ભારત ઇઝરાયલને તેના મહત્વપૂર્ણ ભાગીદારોમાં સ્થાન આપે છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. 

સંયુક્ત આર્થિક સમૃદ્ધિ માટે ભાગીદારીનું નિર્માણ કરવાની સાથે આપણે આતંકવાદ જેવા સામાન્ય જોખમો સામે આપણા સમાજોનું સંરક્ષણ કરવા સાથસહકાર પણ આપી રહ્યા છીએ તેવું તેમણે ઉમેર્યું હતું. 

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલમાં ભારતીય સમુદાયને મળવા આતુરતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂળના યહુદીઓ આપણા બંને સમાજને સમૃદ્ધ કરે છે. 

TR



(Release ID: 1494591) Visitor Counter : 67


Read this release in: English