સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

પ્રધાનમંત્રી 29 જૂન, 2017નાં રોજ રાજકોટમાં સામાજિક અધિકારિતા કેમ્પમાં સૌથી વધુ દિવ્યાંજનોને સહાય ઉપલબ્ધ કરાવશે

Posted On: 27 JUN 2017 10:58AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-06-2017

દિવ્યાંગજનોને સહાયક અને મદદરૂપ ઉપકરણોનાં વિતરણ માટે સૌથી મોટી સામાજિક અધિકારિતા શિબિર (પીડબલ્યુડી)નું આયોજન 29મી જૂન, 2017નાં રોજ રાજકોટ (ગુજરાત)માં થશે. આ આયોજન ભારત સરકારનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કાર્યરત વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ (દિવ્યાંગજનો)માટેનો સશક્તિકરણ વિભાગ કરશે. આ શિબિરનું આયોજન વિભાગ અંતર્ગત કાર્યરત સીપીએસયુ, કાનપુર, એએલઆઇએમસીઓ મારફતે થશે. કેમ્પ ગુજરાતનાં રાજકોટમાં રેસ કોર્સ ગ્રાઉન્ડ પર યોજાશે, જેમાં ભારત સરકારની દિવ્યાંગજનો માટેની એડીઆઇપી યોજના હેઠળ સહાયક ઉપકરણોનું વિતરણ થશે. આ કાર્યક્રમમાં ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રિત સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી થાવરચંદ ગેહલોત ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી રામદાસ આઠવલે, શ્રી વિજય સામ્પલા, શ્રી ક્રિષ્નપાલ ગુર્જર, ગુજરાતનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી આત્મારામ પરમાર, સાંસદ શ્રી મોહનભાઈ કુંડરિયા અને અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેમ્પ ભારત સરકારની એડીઆઇપી યોજના હેઠળ યોજવામાં આવી રહ્યો છે. આ યોજના વર્ષ 1981થી અમલમાં છે અને 01 એપ્રિલ, 2014થી તેમાં સુધારો કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ આર્ટફિશિયલ લિમ્બ્સ મેનુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એએલઆઇએમસીઓ) દ્વારા ઉત્પાદિત લેટેસ્ટ અને આધુનિક સહાયક ઉપકરણો પ્રદાન કરવાનો છે. તેનું વિતરણ રાષ્ટ્રીય સંસ્થાઓ, જિલ્લા વિકલાંગતા પુનર્વસન કેન્દ્રો, સરકારી અપંગ વિકાસ નિગમો, અન્ય સ્થાનિક સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થાય છે. આ સહાયક ઉપકરણો દિવ્યાંગજનોને તેમની શારીરિક, સામાજિક અને માનસિક પુનઃસ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે.

રાજકોટમાં આયોજિત વિતરણ કેમ્પમાં 18430 લાભાર્થીઓને ઉપકરણો આપવામાં આવશે. લાભાર્થીઓની દ્રષ્ટિએ દેશનાં ઇતિહાસમાં આ સૌથી મોટો કેમ્પ બની રહેશે. અગાઉ આ પ્રકારનાં કેમ્પનું આયોજન વર્ષ 2016માં વારાણસી, નવસારી અને વડોદરામાં ભારત સરકારનાં વિકલાંગ વ્યક્તિઓ દિવ્યાંગો) માટેના સશક્તિકરણ વિભાગે કર્યું હતું, જેમાં અનુક્રમે 10,000, 11,000 અને 8000 લાભાર્થીઓને લાભ મળ્યો હતો.

એએલઆઇએમસીઓ એ એઆઇડીપી સ્કીમ હેઠળ મુખ્ય અમલીકરણ સંસ્થા છે તથા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી મહત્તમ દિવ્યાંગજનોને આવરી લેવા રાજકોટ જિલ્લામાં રહેતાં દિવ્યાંગજનોને આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આકારણી રાજકોટ જિલ્લાનાં વહીવટીતંત્રની મદદથી બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ તબક્કાની આકારણી 15 મે, 2017થી 21 મે, 2017 વચ્ચે તથા બીજા તબક્કાની આકારણી 12 જૂન, 2017થી 18 જૂન, 2017 વચ્ચે હાથ ધરવામાં આવી હતી.

આકારણી કેમ્પ દરમિયાન મેગા એડીઆઇપી કેમ્પમાં ઓછામાં ઓછા કુલ 18430 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 10100 લાભાર્થીઓનું મૂલ્યાંકન એએલઆઇએમસીઓએ કર્યું છે, જેમને 14828 ઉપકરણોનું વિતરણ થશે. ભારત સરકારની એડીઆઇપી યોજના હેઠળ થનાર આ વિતરણ પાછળ અંદાજે રૂ. 5.60 કરોડનો ખર્ચ થશે તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન) (એનઆઇઇપીઆઇડી), સિકંદરાબાદ દ્વારા 5330 લાભાર્થીઓની આકારણી થઈ છે. તેમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને ટીએલએમ કિટનું વિતરણ થશે. વિવિધ ઉપકરણોનાં વિતરણ માટે જિલ્લા વહીવટીતંત્રે 3000 લાભાર્થીઓની ઓળખ પણ કરી છે.

 

કેમ્પમાં વિતરિત થનાર ચીજવસ્તુઓમાં કાખઘોડી, વોકિંગ સ્ટિક, વ્હીલચેર્સ, ટ્રાઇસીકલ્સ, સાંભળવા માટે મદદરૂપ ઉપકરણો વગેરે જેવા રોજિંદા જીવન માટે ઉપયોગી સહાયક ઉપકરણો તથા શિક્ષણ, તાલીમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ માટેનાં હાઇ-એન્ડ-ઉપકરણો તથા સ્વરોજગારી માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી સાધનો તેમજ જીવનની ગુણવત્તા સુધારતા ઉપકરણો સામેલ છે.

 કેમ્પમાં વિતરણ થનાર આ સહાયક ઉપકરણોમાં મુખ્ય સાધનોમાં સામેલ છેઃ

·        બેટરીથી સંચાલિત મોટરાઇઝ ટ્રાઇસાઇકલ

 

·        આર્ટિફિશિયલ લિમ્બ (કૃત્રિમ અંગો)

 

·        સીપી (સેરેબ્રલ પાલ્સી) દર્દીઓ માટે વિશેષ ચેર

 

·         ડાઇસી પ્લેયર જેવા એજ્યુકેશન/મોડર્ન ગેઝેટ્સ

 

·         સ્ક્રીન રીડિંગ સાથે સ્માર્ટ ફોન

 

·         લો વિઝન/દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે સોફ્ટવેર

 

·         બૌદ્ધિક અને વિકાસલક્ષી વિકલાંગતા માટે કિટ્સ

 

·        બીટીઇ ડિજિટલ ટાઇપ હીઅરિંગ એઇડ

 

કેમ્પનાં એક દિવસ અગાઉ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ 1500 લોકો કરશે, જે એક જ સ્થળે સાઇન લેંગ્વેજ લેશનમાં સહભાગીઓની સૌથી વધુ સંખ્યા હશે. અગાઉ એક સ્થળે આ પ્રકારનાં લેશનમાં સૌથી વધુ 978 લોકોની સહભાગીદારીનો વિક્રમ ચીનનાં નામે હતો, જેને તોડવાનો આ કેમ્પમાં પ્રયાસ થશે. આ લેશનનો વિષય આપણું રાષ્ટ્રગીત હશે. આ લેશનમાં લાયક સાઇન લેંગ્વેજ ટીચર સૂચના આપશે. આ પ્રયાસ રાજકોટનાં કાલાવાડ રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 28 જૂન, 2017નાં રોજ થશે. આ રેકોર્ડમાં સહભાગી થનાર તમામ લોકો 29મી જૂન, 2017નાં રોજ વિતરણનાં દિવસ દરમિયાન પ્રધાનમંત્રીની સામે તેમનું પર્ફોર્મન્સ પણ પ્રસ્તુત કરશે.

 

આ પ્રસંગે અન્ય એક વિશ્વવિક્રમ રચવાનો પણ પ્રયાસ થશે, જેમાં એક જ દિવસે અશક્ત વ્યક્તિઓની મોબિલિટી માટે સૌથી વધુ ઓર્થોસિસ (કેલિપર્સ) ફિટ કરવામાં આવશે. આ કેટેગરીની વિનંતી સ્વીકારવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ઓથોરિટી, લંડનમાં રજૂઆત કરવામાં આવી છે, જેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

 

*****

AP/J.Khunt/GP                  



(Release ID: 1493846) Visitor Counter : 150


Read this release in: English