PIB Headquarters

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 20 JUN 2017 4:17PM by PIB Ahmedabad

અમદાવાદ, 20-06-2017

 

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચીફ પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 30-6-2017ના રોજ 11.30 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જીપીઓની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદી તારીખ 24-06-2017 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જીપીઓ, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 24-06-2017 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

 

AP/J.Khunt/GP                                                                                        


(Release ID: 1493355) Visitor Counter : 135


Read this release in: English