પ્રવાસન મંત્રાલય
પ્રવાસન મંત્રાલય ‘ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવી રહ્યું છે.
Posted On:
20 JUN 2017 4:11PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 20-06-2017
પર્યટન મંત્રાલય વિવિધ પહેલના માધ્યમ થી ‘ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે.
1. યોગને પ્રોત્સાહિત કરવા માટે 30 સેક્ન્ડનો રેડિયો સ્પોર્ટ વિકસિત કરાયો અને જેને 14 જૂન થી 17 એફએમ સ્ટેશનો પર પ્રસારિત કરાઈ રહ્યો છે.
2. ભારતને યોગની ભૂમિના રૂપમાં પ્રોત્સાહિત કરવા માટે એક 60 સેકન્ડની ટીવી જાહેરાત વિકસિત કરાઈ છે. 21 જૂનના રોજ દૂરદર્શન નેટવર્ક પર યોગનો પ્રચાર કરવાનારું એક મહિનાનું લાંબુ ટીવી અભિયાન શરૂ કરાયું છે.
3. યોગને પ્રોત્સાહન આપનારું એક અભિયાન 15 મે, 2017 થી 21 જૂન, 2017 સુધી પર્યટન મંત્રાલયના દરેક સામાજિક (સોશ્યલ) નેટવર્ક ચેનલો પર ચાલી રહ્યું છે.
4. ભારત પર્યટન અને આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કાર્યાલયો પર આઈડીવાઈ 2017ના પોસ્ટર અને સ્ટેન્ડ લગાવાયા છે.
5. દિલ્હીમાં ફેબ્રુઆરી 2017માં સટે (એસએટીટીઈ), અને જૂન, 2017માં આયોજિત યોગશાળા એક્સપોમાં ભારતના સ્ટેન્ડ પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રમુખતા અપાઈ હતી.
6. 53 આંતરરાષ્ટ્રીય આગંતુકો જેમાં યોગને પ્રોત્સાહિત કરનારા ટૂર ઓપરેટર્સ, પત્રકારો અને છાયાકારો, યોગ ગુરુઓ અને યોગની બાબતમાં જાણકારી રાખનારાને પર્યટન મંત્રાલયે આમંત્રિત કર્યા છે. આ ગ્રુપ 21 જૂનના રોજ લખનઉમાં આયોજિત થનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં ભાગ લેશે જ્યાં પ્રધાનમંત્રી પોતે પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આ ગ્રુપ દેશના વિવિધ યોગ સંસ્થાનો તેમજ કેન્દ્રોની યાત્રા કરશે અને યોગની બાબતમાં, જાણકારી એકત્રિત કરી પોતાના દેશમાં યોગનો પ્રચાર-પ્રસાર કરશે.
7. પર્યટન મંત્રાલય વિદેશ સ્થિત પોતાના કાર્યાલયોના માધ્યમથી યોગને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રચાર-પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પોતાના દેશમાં ઉજવી રહ્યું છે. ભારત સ્થિત પર્યટન કાર્યાલયો, સંસ્થાઓ, રાષ્ટ્રીય હોટલ વ્યવસ્થા અને કેટરિંગ પ્રૌદ્યોગિકી પરિષદ (એસીએચએમસીટી) અને ભારતીય પર્યટન અને યાત્રા વ્યવસ્થા સંસ્થાન (આઈઆઈટીટીએમ) પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે.
AP/J.Khunt/GP
(Release ID: 1493353)
Visitor Counter : 169