સંરક્ષણ મંત્રાલય

રક્ષા મંત્રી રશિયાની યાત્રાએ જશે

Posted On: 20 JUN 2017 4:07PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-06-2017

 

કેન્દ્રીય રક્ષા, નાણાં તેમજ કંપની બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળની સાથે આજથી ત્રણ દિવસ રશિયાની યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ રશિયાની સરકારની સાથે બે બેઠકોની સહ-અધ્યક્ષતા કરશે.

21 જૂનના રોજ શ્રી જેટલી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પર ભારત-રશિયા ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા રશિયાના ઉપ-પ્રધાનમંત્રી શ્રી દિમિત્રી રોગોજિનની સાથે કરશે. ઉચ્ચ પ્રૌદ્યોગિકીમાં સહયોગ પર ચર્ચા કરવા માટે આ એક નવી સમિતિ છે. આ બેઠક નોવોસિબિર્સ્ક શહેરમાં ટેક્નોપ્રામ પ્રદર્શની દરમિયાન આયોજિત કરાશે. રક્ષા મંત્રી ટેક્નોપ્રામના મુખ્ય સત્રને સંબોધિત પણ કરશે, જે રૂસનું એક પ્રમુખ વાર્ષિક વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવાચાર પ્રદર્શન છે.

23 જૂનના રોજ રક્ષા મંત્રી પોતાના રશિયાના સહયોગી જનરલ સર્ગેઈ શૂગૂની સાથે મોસ્કોમાં સૈન્ય-તકનીકી સહયોગ પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 17મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં બંને દેશોની વચ્ચે વિશેષ અને ખાસ કરીને પરસ્પર ભાગીદારીના માળાખા અંતર્ગત ભારત અને રશિયાની વચ્ચે સૈન્ય અને સૈન્ય તકનીકી સહયોગના મુદ્દાની સમગ્ર શ્રેણીની સમીક્ષા પણ કરશે.

 

AP/J.Khunt/GP                                             



(Release ID: 1493348) Visitor Counter : 146


Read this release in: English