પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આજે લખનૌની મુલાકાત લેશે; આવતીકાલે યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થશે
Posted On:
20 JUN 2017 4:01PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 20-06-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લખનૌની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે, જેમાં આવતીકાલે યોગ દિવસનો કાર્યક્રમ સામેલ છે.
આજે સાંજે પ્રધાનમંત્રી સીએસઆઇઆર – કેન્દ્રીય દવા સંશોધન સંસ્થા (સીએસઆઇઆર-સીડીઆરઆઇ)ની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી ડો. એ પી જે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. લખનૌમાં પ્રધાનમંત્રી 400 કેવીની લખનૌ-કાનપુર ડી/સી ટ્રાન્સમિશન લાઇન દેશને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ પણ કરશે.
પ્રધાનમંત્રી આવતીકાલે સવારે ત્રીજા યોગ દિવસ પર લખનૌમાં રમાબાઈ આંબેડકર મેદાનમાં યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે.
તમે પ્રધાનમંત્રીના લખનૌના તમામ કાર્યક્રમો તમારા મોબાઇલમાં http://nm4.in/dnldapp પર જોઈ શકો છો.
AP/J.Khunt/GP
(Release ID: 1493344)
Visitor Counter : 164