માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ, શહેરી ગરીબી નાબૂદી અને માહિતી તેમજ પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂએ ડૉ. નારાયણ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 JUN 2017 4:47PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 09-06-2017
કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ, શહેરી ગરીબી નાબૂદી અને માહિતી તેમજ પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડુએ હૈદરાબાદમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ડૉ. નારાયણ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના શોક સંદેશમાં શ્રી નાયડૂએ કહ્યું કે ડૉ. રેડ્ડી તેલગૂ સાહિત્યની એક જાણીતી હસ્તી હતા. તેઓ તેલગુ ભાષાના પ્રખ્યાત વિદ્વાન હતા અનેક એક વિખ્યાત કવિ પણ હતા. તેમના લેખોએ લોકોને લાંબા સમય સુધી મંત્રમુગ્ધ કર્યા.
કેન્દ્રીય મંત્રી શ્રી નાયડૂએ કહ્યું કે તેના નિધનથી ન માત્ર તેલગુ સાહિત્ય પરંતુ ભારતીય સાહિત્ય જગતને પણ અપરણીય ક્ષતિ પહોંચી છે. તેમના અમૂલ્ય યોગદાનને હંમેશા યાદ કરાશે. સંસદ સભ્યના રૂપમાં ડૉ. રેડ્ડીએ રાજ્યસભામાં કેટલાક રચનાત્મક સૂચનો આપ્યા. હું ડૉ. સી. નારાયણ રેડ્ડીના નિધન પર દુઃખ વ્યક્ત કરું છું અને તેમના શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
AP/J.Khunt/GP
(Release ID: 1492566)
Visitor Counter : 158