PIB Headquarters

ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે જનધન યોજનામાં ૨૮ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલાવ્યા : કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને મળ્યું સન્માન : કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી

કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ નિમિતે કેશોદમાં સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાયું

Posted On: 12 JUN 2017 4:41PM by PIB Ahmedabad

અમદાવાદ, 12-06-2017

               

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના યુવાઓના સપના સાકાર થયા છે  અને મહિલાઓને સન્માન મળ્યું છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેના સૌનો સાથ, સૌનો વિકાસ સંમેલનમાં કહ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ દરમ્યાન લોકો માટેની કલ્યાણકારી યોજનાઓ અને તેને લીધે લોકોના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની રૂપરેખા આપી હતી.

     શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના સપુત અને વિકાસ પુરૂષ શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને વિકાસની નવી ઉચાઇ પર લઇ ગયા હતા. હવે સમગ્ર દેશ વિકાસના પથ પર પ્રગતિ કરી રહ્યો છે. પારદર્શક વહિવટી પ્રકીયા અને ઇ ગવર્નન્સ અને મેઇક ઇન ઇન્ડીયાથી દેશને વિશ્વમાં અનેરુ સ્થાન મળ્યું છે. વિશ્વમાં દેશનું ગૌરવ વધ્યું છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉમેર્યું કે ૨ કરોડ મહિલાને સન્માન મળ્યું છે. ઉજજવલા યોજનાથી ગરીબ પરિવારની બહેનો ગેસની સુવિધા મળતા ધુમાડાથી મુકિત મળી છે. મહિલા ધુમાડાના રોગથી મુકત થશે.

 

   અગાઉ બેંકમાં પૈસા વગર ખાતા ખુલતા ન હતા. સરકારે જનધન યોજના શરૂ કરાવી  અને ૨૮ કરોડ લોકો બેંક સુધી પહોંચી શકયા. આ એક મોટી સિધ્ધિ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વેપારીઓ માટે મુદ્રા યોજના હેઠળ ૫૦ હજારથી ૧૦ લાખ સુધીની લોન આસાનીથી મળતા અનેકને નવી રોજગારી મળી છે. સૈનિક પરિવાર માટે વન રેંક વન પેન્શન ઓ.આર.ઓ.પી નો લાભ ૪૦ વર્ષથી અપાતો ન હતો અને માત્ર વાત જ થતી હતી. કેન્દ્ર સરકારે તુરંત આ યોજનાનો લાભ આપ્યો છે તેમ કહ્યું  હતું.

      મંત્રીશ્રીના હસ્તે ઉજજવલા યોજનાના લાભાર્થી મહિલાઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય મંત્રીશ્રી સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઇ યજ્ઞમાં જોડાયા હતા. મહિલાઓને સફાઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મંત્રીશ્રીનું  જિલ્લાના આગેવાનોએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. મહિલાઓ પણ કેન્દ્રીય મંત્રીશ્રીને આવકારવા મોટી સંખ્યામાં આવી હતી. મંત્રીશ્રીએ મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો.

      સાંસદ શ્રી વિઠલભાઇ રાદડીયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ગરીબ વર્ગના લોકો અને ખેડૂતોના હિતમાં અનેક યોજના અમલમાં મુકી છે. ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ લાડાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહેલા વિકાસની રૂપરેખા આપી ગુજરાત અને હવે સમગ્ર દેશમાં વિકાસના નવા આયામો સિધ્ધ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

           જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલે પણ કેન્દ્ર સરકારની યોજના અને સુશાસનની સિધ્ધિઓ કહી ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ જે તે સમયે થયેલા વિકાસ અને હવે એજ દિશામાં આગળ વધેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.

    આ પ્રસંગે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, ભાવનગરના શ્રી ભગવાનભાઇ, પુર્વ મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા, પુર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ શ્રી લાભુબેન પીપળીયા,શ્રી વેલજીભાઇ,શ્રી ઠાકરશીભાઇ જાવીયા,શ્રી દિનેશભાઇ ખટારિયા, શ્રી રામશીભાઇ ભેટારીયા અને કેશોદના સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. કેશોદની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજુ કરી હતી. આભારવિધિ ઓ.એન.જી.સી અંકલેશ્ર્વરના અધિકારીએ કરી હતી.

 

 સ્રોત : માહિતી ખાતુ, જૂનાગઢ

AP/J.Khunt/GP                                                     



(Release ID: 1492563) Visitor Counter : 187