વિદ્યુત મંત્રાલય

24 કલાક વિજળીની બાબતમાં ગુજરાત દેશનું રોલ મોડલ : શ્રી પિયૂષ ગોયલ

કોલસાના સ્વેપિંગ (Coal Swapping) દ્વારા ગુજરાતે 1000 કરોડ બચાવ્યા : શ્રી ગોયલ

Posted On: 12 JUN 2017 4:38PM by PIB Ahmedabad

અમદાવાદ, 12-06-2017

 

કેન્દ્રીય ઉર્જા, કોલસો, નવીન અને અક્ષય ઉર્જા તથા ખાણ રાજ્યમંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે 24 કલાક વિજળી પૂરી પાડવાની બાબતમાં ગુજરાત દેશનું રોલ મોડલ છે. તેમણે ગુજરાતમાં વીજ ચોરી અટકાવવા માટે થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ગુજરાતના મોડલને આખો દેશ અનુસરી રહ્યો છે. શ્રી પિયૂષ ગોયલ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ સહિત અન્ય સાત શહેરોના પત્રકારો સાથે સંવાદ કરી રહ્યા હતા.

કોલસાના સ્વેપિંગના મુદ્દે એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુજરાતમાં કોલ સ્વેપિંગને મંજૂરી આપી દીધી છે તથા આ મુદ્દે રાજ્ય સરકાર સાથે કોઈ પ્રશ્નનો નિકાલ બાકી નથી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે કોલ સ્વેપિંગ દ્વારા લગભગ 1000 કરોડ રૂપિયાની બચત કરી છે.

ગુજરાતમાં વિજળી, કોલસા અને ખાણ મંત્રાલયની સિદ્ધીઓ નીચે મુજબ છે :

વીજ મંત્રાલયની સિદ્ધિઓ

  • એપ્રિલ, 2017નાં ગાળા દરમિયાન ઊર્જાની ખેંચ શૂન્ય જળવાઈ રહી હતી
  • એપ્રિલ, 2017નાં ગાળા દરમિયાન પીક શોર્ટેજ શૂન્ય હતી
  • છેલ્લાં 3 વર્ષમાં પરંપરાગત ઊર્જાની ક્ષમતામાં 3 ટકાથી વધારેનો વધારો થયો છે. રાજ્યમાં માર્ચ, 2014માં ક્ષમતા 23217.06 મેગાવોટ હતી, જે માર્ચ, 2017માં 24044.58 મેગાવોટ થઈ હતી.

ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) : તમામ માટે 24x7 વીજળીસુનિશ્ચિત કરવા ડિસ્કોમને નફો કરતી કરવા વીજ ક્ષેત્રમાં સૌથી વિસ્તૃત સુધારા

  • સસ્તાં ભંડોળ, એટીએન્ડસી અને ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો, ઊર્જા કાર્યદક્ષતામાં હસ્તક્ષેપ, કોલસા ક્ષેત્રમાં સુધારા વગેરે મારફતે ટર્નએરાઉન્ડનાં સમયગાળા દરમિયાન રાજ્યને અંદાજે રૂ. 6,800 કરોડનો લાભ થયો
  • ટર્નએરાઉન્ડનાં સમયગાળા પછી રાજ્ય સરકારને દર વર્ષે અંદાજે રૂ. 6,600 કરોડની બચત પણ થશે

વાજબી એલઇડી દ્વારા તમામ માટે ઉન્નત જ્યોતિ (ઉજાલા):

  • દુનિયામાં ભારત સૌથી મોટો એલઇડી વિતરણ કાર્યક્રમ ચલાવે છે
  • રાજ્યમાં અત્યાર સુધી 3.4 કરોડથી વધારે એલઇડી બલ્બનું વિતરણ થયું છે, જેનાં પરિણામે ઉપભોક્તાઓને તેમનાં વીજળીનાં બિલમાં દર વર્ષે રૂ. 1,802 કરોડની બચત થઈ છે, પીક માગમાં 902 મેગાવોટનો ઘટાડો થયો છે અને દર વર્ષે કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં 36.4 લાખ ટનનો ઘટાડો થયો છે

ઉર્જા (અર્બન જ્યોતિ અભિયાન)

  • રાજ્યનાં શહેરો મે, 2016માં દર મહિને સરેરાશ 3.31 કલાકનો વીજકાપ ધરાવતાં હતાં, જે ઘટીને 1.59 કલાક થયો છે

 કોલસા મંત્રાલયની સિદ્ધિઓ

  • રાજ્ય સરકારે વીજળીનાં ઉપયોગ માટે કે કોલસાનાં વેચાણ માટે કોલસાની 1 ખાણ ફાળવી છે (ગેર પાલ્મા સેક્ટર 1)
  • કોલસાની ખેંચમાંથી સરપ્લસ
    • 21 ઓક્ટોબર, 2014નાં રોજ 5 થર્મલ પ્લાન્ટ સાત દિવસથી ઓછો સ્ટોક ધરાવતાં હતાં, જ્યારે અત્યારે (3 એપ્રિલ, 2017નાં રોજ) એક પણ પ્લાન્ટમાં કોલસાની તંગી નથી

નવી અને અક્ષય ઊર્જા મંત્રાલયની સિદ્ધિઓ

અક્ષય ઊર્જાની ઉત્પાદન ક્ષમતા

  • છેલ્લાં 3 વર્ષમાં અક્ષય ઊર્જાનાં ઉત્પાદનની ક્ષમતા 53 ટકા વધી છે રાજ્યમાં માર્ચ, 2014માં ક્ષમતા 4353 મેગાવોટ હતી, જે માર્ચ, 2017 સુધીમાં વધીને 6672 મેગાવોટ થઈ હતી

પવન ઊર્જા

  • વર્ષ 2016-17 દરમિયાન પવન ઊર્જાની ક્ષમતામાં 1392 મેગાવોટનો વધારો થયો હતો, જે દેશમાં કોઈ પણ રાજ્ય દ્વારા પવન ઊર્જાની ક્ષમતામાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વધારો છે.
  • રાજ્યએ તમિલનાડુ પછી પવન ઊર્જાની ક્ષમતા ધરાવતા બીજા રાજ્ય તરીકે મહારાષ્ટ્રનું સ્થાન લીધું છે.
  • રાજ્ય દ્વારા પવન-સૌર ઊર્જાની મિશ્ર નીતિની રૂપરેખા જાહેર થઈ હતી.

સૌર પમ્પ

  • માર્ચ, 2014થી અત્યાર સુધી સ્થાપિત સૌર પમ્પોની સંખ્યામાં 9372 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં સ્થાપિત સૌર પમ્પ માર્ચ, 2014માં 85 હતી, જે વધીને માર્ચ, 2017માં 8051 થયાં હતાં.

ખાણ મંત્રાલયની સિદ્ધિઓ

તામ્ર (ટ્રાન્સપરન્સી ઓક્શન મોનિટરિંગ એન્ડ રિસોર્સ ઓગ્મેન્ટેશન) પોર્ટલ/ એપ ખાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારે ઝડપી અને પારદર્શકતા લાવશે

  • રાજ્યમાં સ્થિત 3 ખાણની પારદર્શક હરાજી અને ફાળવણી થઈ હતી
  • ખાણનાં ભાડાપટ્ટાનાં સમયગાળા દરમિયાન રાજ્યને કુલ અંદાજિત આવકઃ રૂ. 16,202 કરોડ

 

પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (પીએમકેકેકેવાય)નો અમલ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઇન્ડેશન (ડીએમએફ) દ્વારા થશે

  • સૌપ્રથમ વખત ખાણોની હરાજી અને ફાળવણીમાંથી થયેલી આવકના એક ભાગનો ઉપયોગ ખાણકામ ધરાવતા વિસ્તારોમાં રહેતાં લોકોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા અને તેમનાં સામાજિક આર્થિક વિકાસની પહેલો માટે થશે

રાજ્યમાં ડીએમએફ હેઠળ એકત્ર ભંડોળઃ રૂ. 167 કરોડ (2જી જૂન, 2017 સુધી)

 

AP/J.Khunt/GP                                      


(Release ID: 1492560) Visitor Counter : 435


Read this release in: English