ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે અમદાવાદ ખાતે ‘મોદી ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો

અમદાવાદ સહિત વડોદરા, સુરત, રાજકોટ અને જૂનાગઢ ખાતે ‘મોદી ફેસ્ટ’નો શુભારંભ કરાવાયો

‘મોદી ફેસ્ટ’ પ્રદર્શન આમ જનતા માટે શનિ-રવિ ખુલ્લુ રહેશે

Posted On: 09 JUN 2017 4:45PM by PIB Ahmedabad

અમદાવાદ, 09-06-2017

               

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી તથા કાયદો અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આજે કાંકરીયા સરોવર ખાતે ‘મોદી ફેસ્ટ’ (મેકીંગ ઓફ ડેવલપ્ડ ઈન્ડિયા)નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મોદી ફેસ્ટ’ એ પ્રધાનમંત્રીના સૂચન “માત્ર દિલ્હીમાં ન રહો, જમીની સ્તર પર જાઓ. લોકોને મળોના ભાગ રૂપે છે અને તેના દ્વારા સરકારે ત્રણ વર્ષ કરેલા કામોની વિગતો જનતા સુધી પહોંચાડવા માંગીએ છીએ. ‘મોદી ફેસ્ટ’ પ્રદર્શન આમ જનતા માટે શનિ-રવિવાર માટે ખુલ્લું રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકાર એ ગરીબો માટે કામ કરતી સરકાર છે. અમે લોકોને લાભ સીધા તેમના ખાતામાં પહોંચાડ્યા છે આથી વચેટિયાઓ નાબૂદ થઈ ગયા છે. સબસીડીના પૈસા સીધા બેંક ખાતામાં જમા થવાથી આશરે 50,000 કરોડ રૂપિયા બચાવી શકાયા છે.

શ્રી રવિશંકર પ્રસાદે રાષ્ટ્રીય ડિજીટલ સાક્ષરતા મિશન હેઠળ તાલીમ પામેલા પ્રશિક્ષુઓને સ્માર્ટ ફોન તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડિજીટલ ઈન્ડિયા દેશને મજબૂત બનાવે છે. સરકારનું લક્ષ્ય 6 કરોડ લોકોને ડિજીટલી સાક્ષર બનાવવાનું છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ દેશ ભારતના દુશ્મન નથી પણ જો કોઈ દેશ ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપશે તો તેને પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે. દેશની સુરક્ષા સાથે કોઈપણ બાંધછોડ કરવામાં નહીં આવે.

મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને મોદી એપ, ટ્વીટર તેમજ અન્ય કોઈપણ માધ્યમથી તેમના પ્રતિભાવો સરકાર સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો તેમજ તેના માટે યોગ્ય પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ સુરતમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને વહાણવટા તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વડોદરામાં આજે મોદી ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો.

અમદાવાદ ખાતે અમદાવાદ (પશ્ચિમ)ના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, અમદાવાદના મેયર ગૌતમ શાહ તથા ધારાસભ્યો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

AP/J.Khunt/GP                              



(Release ID: 1492391) Visitor Counter : 96