PIB Headquarters

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા ભાવનગર જિલ્લાના પ્રવાસે

ભાવનગર અને પાલીતાણામાં વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

Posted On: 06 JUN 2017 4:53PM by PIB Ahmedabad

અમદાવાદ, 06-06-2017

 

 

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૦૭/૦૬/૨૦૧૭ના રોજ ભાવનગરના પ્રવાસે આવનાર છે.આ દરમ્યાન તેઓ ભાવનગર જિલ્લાના વિવિધ કાર્યક્મોમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમાં સવારે ૧૧.૦૦ કલાકે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે ‘‘કૃષિ શિબર’’તથા ત્યારબાદ ઠાડચ મુકામે પેટ્રોલપંપના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે. આ ઉપરાંત તેઓ બપોરે ૨.૦૦ વાગેપાલીતાણા ખાતે કાર્યક્રતાઓ સાથે બેઠક યોજશે.

ભાવનગર મુકામે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ જવાહર મેદાન ભાવનગર ખાતે સાંજે ૬.૦૦ વાગે યોજાનાર હોવાથી તેમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિનિધિઓઅને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

AP/J.Khunt/GP                      


(Release ID: 1491966) Visitor Counter : 187