પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના બરેલીમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો; અકસ્માતના પીડિતો માટે સહાયની જાહેરાત કરી

Posted On: 05 JUN 2017 4:54PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-06-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક બસ અકસ્માતમાં મુસાફરોના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઉત્તરપ્રદેશના બરેલીમાં બસ અકસ્માત કમનસીબ અને હૃદયદ્રાવક ઘટના છે. હું માર્યા ગયેલા મુસાફરો પ્રત્યે શોક વ્યક્ત કરું છું. હું ઇજાગ્રસ્તોની સ્થિતિમાં ઝડપથી સુધારો થાય  તેવી પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ)માંથી અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના કુટુંબીજનોને રૂ. 2 લાખની અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરો માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

AP/J.Khunt/GP                                       


(Release ID: 1491783)
Read this release in: English