પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ
प्रविष्टि तिथि:
05 JUN 2017 4:53PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-06-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, આ દિવસ આપણા પર્યાવરણનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવાનો અને પૃથ્વીનું વધારે સારી રીતે જતન કરવાનો યોગ્ય સમય છે. પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં પર્યાવરણનું સંરક્ષણ કરવા કાર્યરત તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓની ઇચ્છાશક્તિ અને દ્રઢતાને સલામ કરી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ નીચે મુજબ છેઃ
“વિશ્વ પર્યાવરણ દિવસ આપણા પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને પૃથ્વીનું વધારે સારી રીતે જતન કરવાની આપણી પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરવાનો યોગ્ય સમય છે.
અમે પર્યાવરણનું સંરક્ષણ કરવા કાર્યરત તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓની ઇચ્છાશક્તિ અને દ્રઢતાને સલામ કરીએ છીએ.
ચાલુ વર્ષની થીમ ‘કનેક્ટિંગ પીપલ ટૂ નેચર’ એ બીજું કશું નહીં પણ આપણી જાત સાથેનું જોડાણ છે.”
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1491778)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English