લઘુમતિ બાબતોનું મંત્રાલય
શ્રી સૈયદ ગય્યૂર-ઉલ-હસન રિજવીએ રાષ્ટ્રીય લઘુમતિ આયોગના અધ્યક્ષનો પદભાર ગ્રહણ કર્યો
प्रविष्टि तिथि:
26 MAY 2017 5:19PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 26-05-2017
શ્રી સૈદય ગય્યૂર-ઉલ-હસન રિઝવીએ આજે (26-05-2017) નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લઘુમતિ આયોગના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી રિઝવીએ કહ્યું કે આયોગ લઘુમતિઓના કલ્યાણ અને વિકાસ માટે કાર્ય કરશે.
શ્રી સૈયદ ગય્યૂર-ઉલ-હસન રિઝવી આર્ટસમાં સ્નાતક થયેલ છે અને તેઓએ મિકેનીક્સમાં ડિપ્લોમા પણ કરેલ છે. તેઓએ ઉત્તરપ્રદેશ લઘુમતિ નાણા વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષના રૂપમાં પણ કાર્ય કર્યું છે.
શ્રી રિઝવી સમાજ સેવામાં સક્રીય ભાગ લેતા રહ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશમાં વણકર સમુદાય તથા બીડી શ્રમિકોને મળનારી માળખાગત સુવિધાઓના સુધાર તથા કાર્ય કરવાની પરિસ્થિતિઓમાં સુધાર માટે કાર્ય કર્યું છે. આ ઉપરાંત તેઓએ સામ્પ્રદાયિક સદ્ભાવ અને રાષ્ટ્રીય અખંડતા માટે કાર્ય કર્યુ છે.
AP/J.KHUNT/GP
(रिलीज़ आईडी: 1490920)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English