સંરક્ષણ મંત્રાલય

સંજય મિત્રાએ નવા રક્ષા સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો

प्रविष्टि तिथि: 25 MAY 2017 12:18PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 25-05-2017

 

શ્રી સંજય મિત્રાએ 24 મે, 2017ના રોજ શ્રી જી મોહનકુમારના સ્થાન પર નવા રક્ષા સચિવનો પદભાર સંભાળી લીધો છે.

પશ્ચિમ બંગાળ કૈડરના 1982 બેચના આઈએએસ શ્રી મિત્રા ભૌતિક અને અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તેમણે 1995-96માં હાર્વર્ડ યુનિવર્સિટીના જૉન એફ કૈનેડી સ્કૂલ ઑફ ગવર્નમેન્ટની મેસન ફેલોશિપ પણ મેળવી.

આ પહેલા શ્રી મિત્રા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં સચિવ હતા અને તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવના રૂપમાં પણ કાર્ય કર્યું હતું.

 

AP/GP                                                                                   


(रिलीज़ आईडी: 1490809) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English