રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ ‘મન કી બાત : એ સોશિયલ રિવોલ્યુશન ઑન રેડિયો’ અને ‘માર્ચિંગ વિદ ધ બિલિયન – એનાલાઈજિંગ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ એટ મિડટર્મ’ નામના બે પુસ્તકોની પહેલી નકલ પ્રાપ્ત કરશે

प्रविष्टि तिथि: 25 MAY 2017 1:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 25-05-2017

ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખજી ‘મન કી બાત : એ સોશિયલ રિવોલ્યુશન ઑન રેડિયો’ અને ‘માર્ચિંગ વિદ ધ બિલિયન – એનાલાઈજિંગ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ એટ મિડટર્મ’ નામના બે પુસ્તકોની પહેલી નકલ આવતીકાલે એક ઔપચારિક કાર્યક્રમમાં પ્રાપ્ત કરશે. નવી દિલ્હી  સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં શુક્રવારે 26 મે, 2017ના રોજ આયોજિત થનારા એક ઔપચારિક કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ શ્રીમતી  સુમિત્રા મહાજન આ પુસ્તકોનું વિમોચન કર્યા બાદ આની પહેલી નકલ રાષ્ટ્રપતિ મહોદયને સોંપશે. આ અવસર પર ભારતના ઉપ રાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારી, કેન્દ્રીય નાણાં તેમજ રક્ષા મંત્રી શ્રી અરૂણ જેટલી તથા અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે.
શ્રી રાજેશ જૈન દ્વારા લિખિત પુસ્તક ‘મન કી બાત : એ સોશિયલ રિવોલ્યુશન ઑન રેડિયો’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રત્યેક મહિને રેડિયોના માધ્યમથી દેશને સંબોધિત કરાનારા કાર્યક્રમ ‘મન કી બાત’ના દરેક સંસ્કરણોનો સંગ્રહ છે. આ પુસ્તકમાં મન કી બાત કાર્યક્રમાં ઉઠાવાયેલા વિભિન્ન મુદ્દાઓ, વિષય અને તેની મુખ્ય વિશેષતાઓનું વ્યાપક, ગુણાત્મક અને શૈક્ષણિક વિશ્લેષણ છે. આ દર્શાવે છે કે કેવી રીતે મન કી બાત કાર્યક્રમ ન્યૂ ઈન્ડિયા ખાસ કરીને યુવાઓની સાથે ઘણી નજીકથી જોડાયો છે. આ પુસ્તક મન કી બાત કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા, ભારતમાં પર્યટનની સંભાવનાઓને પ્રોત્સાહન, સુરક્ષિત માર્ગ, દવામુક્ત ભારત જેવા વિભિન્ન મુદ્દાઓ પર આંદોલન ઊભું કરવા સંબંધી એક સુસંગત કથાને પણ પ્રસ્તુત કરે છે.
પ્રસિદ્ધ પત્રકાર શ્રી ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માર્ચિંગ વિદ ધ બિલિયન – એનાલાઈજિંગ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ એટ મિડટર્મ’ નામનું પુસ્તક પ્રધાનમંત્રીના રૂપમાં શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન મોરચાઓ પર લેવાયેલા વ્યાપક પરિવર્તનોનું વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. વિકાસશીલ દેશોમાં વિકાસનું માળખું નક્કી કરવા આજે જરૂરી અભૂતપૂર્વ પારદર્શિતા સંસ્કૃતિના માધ્યમથી પ્રશાસનના પરિદ્રશ્યમાં સકારાત્મક બદલાવ વિગેરે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાયેલા વ્યાપક પરિવર્તનોમાં સામેલ છે. આ દરેક વિષયો અને પરિવર્તનોના વિસ્તારપૂર્વક વિશ્લેષણ આ પુસ્તકમાં રજૂ કરાયા છે.


AP/GP            
 


(रिलीज़ आईडी: 1490808) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English