સંસ્કૃતિ મંત્રાલય

કેન્દ્રીય સંસ્કૃતિ તેમજ પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. મહેશ શર્માએ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સ્વચ્છ ભારત એપનો શુભારંભ કર્યો

Posted On: 24 MAY 2017 10:55AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-05-2017

 

 

કેન્દ્રીય સાંસ્કૃતિક તેમજ પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. મહેશ શર્માએ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ગઈકાલે ‘સ્વચ્છ ભારત એપ’નો શુભારંભ કર્યો. સ્વચ્છ ભારતની એપનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગીદારી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

વર્તમાનમાં આ એપ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન માટે ઉપલબ્ધ છે, જેને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉન લોડ કરી શકાય છે. જ્યારે તમે કોઈપણ સ્મારક અથવા સંગ્રાહલયની નજીક હો તો તમને સ્વચ્છ અભિયાનના સંબંધમાં સંદેશો પ્રાપ્ત થશે અને એ આપને વર્તમાન કચરા – ગંદકીના રિપોર્ટ માટે કહેશે. તમારે માત્ર પોતાના મોબાઈલ ઉપકરણના બ્લૂટૂથનો ઉપયોગ કરવાનો છે. જો આપના ફોનમાં આ એપ ના હોય તો પણ સ્વચ્છ ભારત અભિયાનની બાબતમાં ગૂગલ દ્વારા આપને સંદેશો અપાશે અને એપ લાગુ કરવા માટે લિંક અપાશે. એકવાર એપનો ઉપયોગ કર્યા પછી એ આપને કચરાનો ફોટો પાડવા, સંદેશો લખવા અને તેને મોકલવા માટે જણાવશે. આ સંદેશો સંબંધિત અધિકારીઓને મોકલાશે.

આ એપની દેખરેખ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાશે અને આ નાગરિકોમાં સ્વચ્છતાના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

 

AP/J.Khunt/GP                                                              



(Release ID: 1490589) Visitor Counter : 131


Read this release in: English