પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આજથી ગુજરાતની મુલાકાતે; મંગળવારે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકમાં સામેલ થશે
Posted On:
22 MAY 2017 5:22PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 22-05-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આજે કચ્છમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલારોપણ કરશે. તેઓ 23 મે, મંગળવારે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થશે.
પ્રધાનમંત્રીએ ગઇકાલે શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને ગુજરાતના તેમના બે દિવસના પ્રવાસની વિગતો આપી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “હું આવતીકાલે ગુજરાતનો બે દિવસનો પ્રવાસ શરૂ કરીશ. આ દરમિયાન હું કચ્છ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈશ. હું કંડલા પોર્ટમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીશ અને શિલારોપણ કરીશ તથા ગાંધીધામમાં જનસભાનું સંબોધન કરીશ. હું ભચાઉમાં એક પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરીશ અને પછી જનસભામાં સામેલ થઈશ. તેને તમારા મોબાઇલ પર જુઓ. કચ્છનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. તેના લોકો પ્રેમાળ છે અને અદમ્ય જુસ્સો ધરાવે છે. વર્ષ 2001માં ધરતીકંપને કારણે અકલ્પનીય વિનાશની પીડામાંથી કચ્છ પોતાના સાહસ સાથે બહાર નીકળ્યું હતું અને અત્યારે ભારતનો સૌથી વધુ વૃદ્ધિ કરતા જિલ્લાઓમાંના એક જિલ્લા તરીકે જાણીતો છે. મંગળવારે હું ગાંધીનગરમાં @AfDB_Groupની બેઠકોના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થઈશ. #AfDBAM2017 @AfDB_Groupની વાર્ષિક બેઠકો માટે ‘આફ્રિકામાં સંપત્તિના સર્જન માટે કૃષિની કાયાપલટ કરવી’ જેવી અતિ પ્રસ્તુત થીમ પસંદ કરવામાં આવી છે. @AfDB_Groupની વાર્ષિક બેઠકોની સાથે હું કેટલાક પ્રસિદ્ધ પ્રતિનિધિઓને મળીશ, જેઓ #AfDBAM2017માં સામેલ થશે.”
AP/J.Khunt/GP
(Release ID: 1490374)
Visitor Counter : 205