લઘુમતિ બાબતોનું મંત્રાલય

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આ વર્ષે બે યોજનાઓનો શુભારંભ કરાશે : શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

સરકાર શિક્ષણ અને રોજગારી મારફતે લઘુમતી સમુદાયને સશક્ત બનાવે છેઃ શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

ટેકનિકલ, મેડિકલ, આયુર્વેદ, યુનાની વગેરે ક્ષેત્રોમાં શિક્ષણ પ્રદાન કરવા 5 વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપિત થશેઃ શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

Posted On: 11 MAY 2017 5:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-05-2017

       

       લઘુમતી બાબતો (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે મંત્રાલય આ વર્ષે બે યોજનાઓનો શુભારંભ કરશે. ઉસ્તાદ  (યુએટીટીએડી) સન્માન સમારોહનો પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દિ દરમિયાન શુભારંભ કરાવાશે, જેમાં લઘુમતી સમુદાયના શિલ્પકારો અને કારીગરોને સન્માનિત કરાશે. અન્ય એક શિક્ષણને લગતી યોજનાનો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામની જન્મ જયંતિ નિમિત્તે 15 ઓક્ટોબર, 2017ના રોજ શુભારંભ કરાવાશે. વર્ષ 2017 દરમિયાન આ અભિયાન ચાલશે. જેના માટે 100 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રી એનડીએ સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન લઘુમતી બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ પર આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.

       લઘુમતી બાબતો (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે સરકાર 3ઇ – એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને એમ્પાવરમેન્ટ મારફતે લઘુમતી સમુદાયોના ગરીબ, પછાત અને નબળા વર્ગના લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળ રહી છે. એનડીએ સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન લઘુમતી બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ પર આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી નકવીએ કહ્યું હતું કે, અમારી તુષ્ટિકરણ વિના સશક્તિકરણની નીતિએ લઘુમતી સમુદાય વચ્ચે વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે, ગરીબ નવાઝ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, ઉસ્તાદ, નઈ મંઝિલ, નઈ રોશની, શીખો ઔર કમાઓ, પઢો પરદેશ, પ્રોગ્રેસ પંચાયત, હુન્નર હાટ, બહુહેતુક સદભાવ મંડપ, પીએમનો નવો 15 પોઇન્ટનો કાર્યક્રમ, મલ્ટિ-સેક્ટરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કન્યાઓ માટે બેગમ હઝરત મહલ સ્કોલરશિપ વગેરે જેવી સ્કીમ/કાર્યક્રમોએ લઘુમતી સમુદાયોની દરેક જરૂરિયાતમંદ વ્યક્તિના વિકાસને સુનિશ્ચિત કર્યો છે.

મંત્રીએ કહ્યું હતું કે, લઘુમતી સમુદાયના સામાજિક-આર્થિક-શૈક્ષણિક ઉત્થાનને ધ્યાનમાં રાખીને સરકારે લઘુમતી સમુદાય માટેનું બજેટ 2017-18 માટે રૂ. 4195.48 કરોડથી કર્યું છે, જે 2016-17ના રૂ. 3827.25 કરોડના બજેટથી રૂ. 368.23 કરોડ વધારે છે. વર્ષ 2012-13માં મંત્રાલયનું બજેટ રૂ. 3135 કરોડ, 2013-14માં રૂ. 3511 કરોડ, 2014-15માં રૂ. 3711 કરોડ અને 2015-16માં રૂ. 3713 કરોડ હતું. તેમણે જણાવ્યું હતું કે, 2017-18ના બજેટનો આશરે 70 ટકા હિસ્સો લઘુમતી સમુદાયોના શૈક્ષણિક સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ પર ખર્ચ કરવામાં આવશે.

શ્રી નકવીએ કહ્યું હતું કે, મોદી સરકાર લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને લઘુમતી સમુદાયના મંત્રાલયે 5 વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે, જે સમગ્ર દેશમાં ટેકનિકલ, મેડિકલ, આયુર્વેદ, યુનાની વગેરેમાં શિક્ષણ પ્રદાન કરશે. આ સંસ્થાઓની સ્થાપના થશે એ સ્થળો માટે રોડમેપ તૈયાર કરવા 10 જાન્યુઆરી, 2017ના રોજ એક ઉચ્ચ-સ્તરીય સમિતિ રચવામાં આવી છે, જે ટૂંક સમયમાં તેનો રિપોર્ટ રજૂ કરશે. અમે આ શૈક્ષણિક સંસ્થઆઓમાં 2018થી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અમે આ સંસ્થાઓમાં કન્યાઓ માટે 40 ટકા અનામતની દરખાસ્ત રજૂ કરી છે. આગામી મહિનાઓમાં લઘુમતીની બહુમતી હોય તેવા વિસ્તારોમાં નવોદય વિદ્યાલય પ્રકારની આશરે 100 શાળાઓ ખોલવામાં આવશે. ગરીબ તબક્કાની દરેક વ્યક્તિને શ્રેષ્ઠ શિક્ષણ આપવા તેહરિક એ તાલીમ લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને સંસાધનો અને સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન મંત્રાલયે 33 ડિગ્રી કોલેજ, 1102 સ્કૂલ બિલ્ડિંગ, 15,869 વધારાના વર્ગખંડો, 676 હોસ્ટેલ, 97 આઇટીઆઇ, 16 પોલિટેકનિક, 1952 પીવાના પાણીની સુવિધાઓ, 8532 આંગણવાડી કેન્દ્રો, 2090 આરોગ્ય કેન્દ્રો, 223 સદભાવ મંડપ (છેલ્લાં છ મહિનામાં), 18 ગુરુકૂળ પ્રકારની નિવાસી શાળાઓ (છેલ્લાં છ મહિનામાં) જેવા માળખાગત વિકાસના પ્રોજેક્ટ ઊભા કર્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 47,986 પાક્કા મકાનોનું નિર્માણ થયું છે.

છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન 1.82 કરોડ વિદ્યાર્થીઓને રૂ. 4740 કરોડની શિષ્યાવૃત્તિઓ આપવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સ્કીમ હેઠળ 32,705 વિદ્યાર્થીઓને રૂ. 116 કરોડ આપવામાં આવ્યા હતા, ત્યારે બેગમ હઝરત મહલ સ્કોલરશિપ હેઠળ 1,38,426 કન્યા વિદ્યાર્થીનીઓ વચ્ચે રૂ. 166 કરોડ વહેંચવામાં આવ્યા હતા. આ તમામ શિષ્યાવૃત્તિના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેથી લીકેજ માટે કોઈ અવકાશ રહેતો નથી.

શ્રી નકવીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આશરે 40 ટકા મહિલાઓ સહિત 5.2 લાખ યુવાનોને રૂ. 578 કરોડના ખર્ચે લઘુમતી સમુદાય મંત્રાલયની વિવિધ રોજગારલક્ષી કુશળતા તાલીમ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. શીખો ઔર કમાઓ હેઠળ 2 લાખથી વધારે યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ પ્રદાન કરવામાં આવી છે અને રૂ. 300 કરોડથી વધારેના ખર્ચ સાથે રોજગારી પ્રદાન કરવામાં આવી છે, 1.99 લાખ મહિલાઓને નઇ રોશની હેઠળ વિવિધ લીડરશિપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી છે, તો નઇ મંઝિલ હેઠળ 70,000 યુવાનોને તાલીમ અને રોજગારીની તકો પ્રદાન કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન લઘુમતી સમુદાયોની હજારો શાળાઓ અને મદરેસાઓને 3ટી એટલે ટિચર્સ, ટિફિન અને ટોઇલેટ્સ સાથે જોડવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુદ્વારા અને જૈન, બૌદ્ધ અને પારસી સમુદાય દ્વારા સંચાલિત સંસ્થાઓ પણ સામેલ છે.  

લઘુમતી સમુદાયના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)એ જણાવ્યું હતું કે, જ્યારે એક તરફ પ્રોગ્રેસ પંચાયત આપણી સબ કા સાથ, સબ કા વિકાસ અને અંત્યોદયની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા મજબૂત અભિયાન પુરવાર થશે, ત્યારે બીજી તરફ હુન્નર હાટ લઘુમતી સમુદાયના કુશળ કારીગરોને પ્રોત્સાહન, બજાર અને તક પ્રદાન કરે છે. આ બંને હુન્નર હાટની મુલાકાત 35 લાખથી વધારે લોકોએ (આશરે 26 લાખ મુલાકાતીઓએ બાબા ખડકસિંઘ માર્ગ, કનોટ પ્લેસ અને આશરે 9 લાખ મુલાકાતીઓએ પ્રગતિ મેદાન) મુલાકાત લીધી હતી.

શ્રી નકવીએ કહ્યું હતું કે, ક્રાફ્ટ ઔર ક્યુસિન કા સંગમ થીમ સાથે બીજો હુન્નર હાટ એ અર્થમાં વિશિષ્ટ હતો કે તેમાં બાવરચીખાનામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી કળાઓ અને પરંપરાગત વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. પ્રથમ હુન્નર હાટનું આયોજન નવેમ્બર, 2016માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં 14થી 27 નવેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. આ બંને હુન્નર હાટને નોંધપાત્ર સફળતા મળ્યા પછી લઘુતમ સમુદાય મંત્રાલયે દરેક રાજ્યમાં આ પ્રકારની ઇવેન્ટમાં હુન્નર હબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. કેટલાંક રાજ્યોએ પ્રોજેક્ટ માટે જમીન પ્રદાન કરવાની તૈયારી દાખવી છે. આગામી હુન્નર હાટનું આયોજન પુડુચેરી, મુંબઈ, લખનૌ, બેંગાલુરુ, કોલકાતા, ગૌહાટી, અમદાવાદ, જયપુરમાં થશે.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં જોડાઈને લઘુતમ સમુદાય મંત્રાલયે તેની તમામ યોજનાઓ અને કાર્યક્રમો ડિજિટલ/ઓનલાઇન કર્યા છે. આ વખતે સંપૂર્ણ હજ પ્રક્રિયા ઓનલાઇન થઈ છે અને હજ મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ભારતમાંથી 1,70,000 હાજીઓ હજ કરવા જશે. સાઉદી અરેબિયાની સરકારે ભારતના હજ ક્વોટામાં 34,005નો વધારો કર્યો છે. કેટલાંક વર્ષો પછી આપણા દેશમાં હજ ક્વોટામાં આ નોંધપાત્ર વધારો છે.

 

AP/J.Khunt/GP                                                              


(Release ID: 1489639) Visitor Counter : 392


Read this release in: English