રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા પર શુભેચ્છા પાઠવી

Posted On: 09 MAY 2017 12:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-05-2017

 

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા પર પોતાના સંદેશમાં કહ્યું કે, બુદ્ધ પૂર્ણિમાના ઉલ્લાસપૂર્ણ અવસર પર દરેક દેશવાસીઓને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન બુદ્ધ ઉદાર, આદર્શવાદ અને માનવતાની ચિંતા કરનારા દેદીપ્યમાન પ્રતિક છે. તથાગત દ્વારા કરૂણા, અહિંસા અને સમાનતાની બાબતમાં અપાયેલો સંદેશ આધ્યાત્મિક મુક્તિની દિશામાં માનવતાના માર્ગ માટે પ્રકાશ સ્તંભના રૂપમાં કાર્ય કરી રહ્યા છે. ભગવાન બુદ્ધની સમાનતા, પ્રેમ, દયા અને સહિષ્ણુતાની ઊંડી શિક્ષાઓની વર્તમાન સમયમાં પણ પ્રાસંગિકતા વધી રહી છે.

ભગવાન બુદ્ધનો સંદેશ આપણે સચ્ચાઈ અને કરૂણાના માર્ગ પર ચાલવા અને દેશની પ્રગતિ શાંતિ અને સમૃદ્ધિ માટે એકજૂથ થઈને કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

 

AP/J.Khunt/GP                              


(Release ID: 1489544) Visitor Counter : 159
Read this release in: English