ગૃહ મંત્રાલય

શ્રી રાજનાથ સિંહ ચંદિગઢમાં થનારા ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે

Posted On: 09 MAY 2017 1:33PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-05-2017

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ તેમજ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી અને કેન્દ્ર શાસિત ચંદિગઢના ઉત્તર ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક 12 મે, 2017ના રોજ ચંદિગઢમાં આયોજિત કરાશે. ઉત્તર ક્ષેત્ર અંતર્ગત આવનારા રાજ્યોના મુખ્યમંત્રી, કેટલાક મંત્રી, મુખ્ય સચિવ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે.

ઉત્તર ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક 25 એપ્રિલ 2015ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં 25 વિષય ઉપસ્થિત કરાયા હતા. જેમાંથી 14 વિષયોનો બેઠક દરમિયાન નિકાલ થયો હતો. ઉત્તર ક્ષેત્રીય પરિષદની સ્થાયી સમિતિની 17મી બેઠક 26 મે, 2016ના રોજ એજન્ડાના પરીક્ષણ માટે શ્રીનગરમાં આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં 35 એજન્ડા ઉઠાવાયા હતા. જેમાંથી 28 એજન્ડાનો સ્થાયી સમિતિના સ્તર પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉત્તર ક્ષેત્રિય પરિષદની 28મી બેઠકમાં 18 વિષયો (ઉપ-વિષયો સહિત) પર ચર્ચા કરવાની સાથે સાથે નિર્ણય લેવાશે.

રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 અંતર્ગત પાંચ ક્ષેત્રીય પરિષદ અર્થાત્ મધ્ય, પશ્ચીમી, ઉત્તરીય, દક્ષિણીય અને પૂર્વીય ક્ષેત્રોની સ્થાપના કરાઈ છે. આ ક્ષેત્રિય પરિષદ સલાહકાર સમિતિ છે અને પરિષદમાં પ્રતિનિધિત્વ કરનારા કેટલાક અથવા દરેક રાજ્યો અથવા સંઘ શાસિત પ્રદેશ અથવા સમાન હિત રાખાનારા એક અથવા દરેક રાજ્ય તેમજ સંઘ શાસિત પ્રદેશોના કોઈપણ વિષય પર ચર્ચા થઈ શકે છે અને આ વિષયોના સંબંધમાં કાર્યવાહી કરવા વગેરેથી લઈને કેન્દ્ર સરકાર અથવા સંબંધિત રાજ્ય સરકારોને સૂચનો આપી શકે છે. ખાસરૂપથી આ ક્ષેત્રીય પરિષદ, આર્થિક તેમજ સામાજિક યોજનાના ક્ષેત્રમાં પરસ્પર હિતોનો કોઈપણ વિષયો, સીમા વિવાદથી સંબંધિત કોઈ વિષય, ભાષા વિષય અથવા આંતર-રાજ્ય પરિવહન અને કોઈ કેટલાક રાજ્ય પુનર્ગઠન સાથે જાડોયેલ કોઈપણ વિષય પર ચર્ચા કરવાની સાથે સાથે પોતાના વિચાર રજૂ કરી શકે છે.

આ ક્ષેત્રિય પરિષદનો ઉદ્દેશય પોતાના સલાહકાર તંત્રના માધ્યમથી ક્ષેત્રિય હિત તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો સાથે જોડાયેલા વિકાસના મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા અને તેનું સમાધાન કરવાનો છે.

 

AP/J.Khunt/GP                              



(Release ID: 1489542) Visitor Counter : 198


Read this release in: English