PIB Headquarters

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 08 MAY 2017 5:34PM by PIB Ahmedabad

અમદાવાદ, 08-05-2017

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-380 001. ખાતે તા. 22-05-2017ને સોમવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રીમતી એમ. એ. પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજીલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380 001 મોડામાં મોડી તારીખ 12-05-2017 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.

AP/J.Khunt/GP                              



(Release ID: 1489469) Visitor Counter : 100


Read this release in: English