પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય
નેપાળી સમુદાયના પ્રતિનિધિ મંડળે ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી
Posted On:
05 MAY 2017 3:53PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-05-2017
‘નેપાળી સંસ્કૃતિ પરિષદ’ના પ્રતિનિધિ તેમજ તેના અધ્યક્ષ શ્રી અશોક ચોરસિયાની આગેવાનીવાળા નેપાળી સમુદાયના પ્રતિનિધિ મંડળે આજે (5 મે, 2017) અહીં કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પીએમઓ, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા તેમજ અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી અને સમુદાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓના નિરાકરણ માટે તેમને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો.
પ્રતિનિધિમંડળના સભ્યોએ ડૉ. જિતેન્દ્ર સિંહને એ જાણકારી આપી કે માત્ર દિલ્લી – એનસીઆરમાં જ નેપાળ સમુદાયની વસતી લગભગ 35 લાખ છે, જ્યારે આખા ભારતમાં તેમની વસતી 2.25 કરોડથી પણ વધુ છે. આમાં લગભગ 1 કરોડ લોકો અનિવાસી છે, જે ભારતમાં કાર્યરત છે. તેમણે કહ્યું કે આ સંખ્યા નિશ્ચિત રૂપથી ઘણી વધુ છે કેમકે નેપાળની કુલ વસતી લગભગ 3.5 કરોડ છે જેમાં ઘણા બિન-નેપાળી નિવાસી પણ સામેલ છે.
શ્રી ચોરસિયાના જણાવ્યા મુજબ નેપાળી સમુદાયે હંમેશા મુખ્યધારા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં ઘણા ઉત્સાહ સાથે ભાગ લીધો છે. પ્રતિનિધિમંડળના સભ્યોએ નેપાળી ભાષામાં આકાશવાણીના સમાચાર બુલેટિનના પ્રસારણ સાથે જોડાયેલ દસ્તાવેજ પણ મંત્રી મહોદય સમક્ષ રજૂ કર્યા.
ડૉ. જિતેન્દ્ર સિંહે આ પ્રતિનિધિ મંડળના સભ્યોની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી. શ્રી સિંહે કહ્યું કે ભારતના સામાજિક તેમજ સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં આ સમુદાયના ઉલ્લેખનીય યોગદાન પર રાષ્ટ્રને ગર્વ છે. તેમણે કહ્યું કે નેપાળી સમુદાયના સભ્યોએ ભારતીય સેના અને અર્ધસૈનિક દળોમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.
AP/J.Khunt/GP
(Release ID: 1489330)
Visitor Counter : 114