સંરક્ષણ મંત્રાલય

નૌસેનાના કમાન્ડરોનું સંમેલન સમાપ્ત

Posted On: 05 MAY 2017 3:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-05-2017

 

નૌસેનાના કમાન્ડરોનું ચાર દિવસીય સંમેલન 5 મે, 2017ના રોજ સમાપ્ત થઈ ગયું જેમાં નૌસેનાના મુખ્ય સ્તરના નેતૃત્વના પાછળ છ માસમાં કરાયેલા પ્રમુખ સંચાલન, પ્રશિક્ષણ અને વહીવટી ગતિવિધિઓની સમીક્ષા કરાઈ. સંમેલનમાં સમુદ્રી ક્ષેત્રમાં વિભિન્ન અભિયાનોને પૂર્ણ કરવાના સંબંધમાં ભારતીય નૌસેનાની તત્પરતાની સમીક્ષા કરાઈ.

માનનીય રક્ષા મંત્રીએ સંમેલનના શરૂઆતના દિવસે નૌસેનાના કમાન્ડરોને સંબોધિત કર્યા અને તેમની સાથે વાતચીત કરી. રક્ષા મંત્રીએ ભારતીય નૌસેનાની તેમની વ્યાપક સમુદ્રી સીમા અને રક્ષા કૂટનીતિ સહિત દેશના સમુદ્રી હિતોની રક્ષાથી લઈને વ્યવસાયિકતા અને વચનબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી. તેમણે કમાન્ડરોને દરેક સમયે તૈયાર રહેવા માટે આગ્રહ કર્યો. સાથે જ તૈયારીઓને બચાવનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જણાવ્યો. સ્વદેશીકરણમાં ભારતીય નૌસેનાના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કમાન્ડરોને આગ્રહ કર્યો કે ઘરેલૂ વિશેષજ્ઞોના નિર્માણમાં જારી રખાયા છે.

સંમેલનની અધ્યક્ષતા કરતા સીએનએસના સંચાલન તૈયારી, ક્ષમતા વૃદ્ધિ , સાર-સંભાળ, લોજિસ્ટિક, બુનિયાદી માળખાનો વિકાસ અને માનવ સંસાધન વ્યવસ્થા સાથે સંબંધિત મુદ્દાઓ પર સંબોધન કર્યું. તેમણે નૌસેનાના આધુનિકીકરણ તેમજ સ્વદેશીકરણ સાથે સંબંધીત નિરંતર પ્રયાસોની આવશ્યકતા પર ભાર આપ્યો.

 

AP/J.Khunt/GP              



(Release ID: 1489328) Visitor Counter : 158


Read this release in: English