પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
“મહિલાઓ કો મિલા સમ્માન, યહી હૈં ઉજ્જવલા કી પહેચાન” તેવું શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ વર્ષમાં 2.20 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા, નાણાકીય વર્ષ 2016-17 માટે 1.5 કરોડનો લક્ષ્યાંક વટાવ્યો
2016-17માં કુલ 3.25 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા, જે કોઈ પણ વર્ષમાં સૌથી વધુ છે
“વર્ષ 2017માં એલપીજી ઉપભોક્તાઓની કુલ સંખ્યા 20 કરોડથી વધારે થઈ, જે વર્ષ 2014માં 14 કરોડ હતી તથા એલપીજીની માગમાં 10 ટકાની વૃદ્ધિ થઈ”, તેવું પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું
“છેલ્લાં 3 વર્ષમાં 4600 નવા એલપીજી વિતરકો ઉમેરાયા” – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
“પીએમયુવાય હેઠળ 85 ટકા નવા ઉપભોક્તાઓ રીફિલ માટે પરત ફર્યા છે” તેવું પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું
પીએમયુવાયના 38 ટકા લાભાર્થીઓ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ કેટેગરીના છે
પીએમયુવાયના સફળ અમલીકરણ માટે ડિજિટલ ગવર્નન્સના ઉપયોગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે
શ્રી પ્રધાને જણાવ્યું કે “તેમાં તમામ હિતધારકોનું જોડાણ અને પીએમયુવાયના અમલીકરણ પર નજર રાખવામાં આવે છે”
એલપીજીનો સલામત અને સુરક્ષિત ઉપયોગ અમારી પ્રાથમિકતા છે તેવું પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું
Posted On:
05 MAY 2017 4:26PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-05-2017
“પીએમયુવાય સામાજિક અભિયાન બની ગઈ છે, જેમાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં નોંધણી કરાવવા અને સીલિન્ડર સ્થાપિત કરાવવા આગળ આવી રહ્યા છે”, તેવું શ્રી પ્રધાને જણાવ્યું
રાજ્ય કક્ષાના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે અહીં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની મુખ્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) પર મીડિયાને સંબોધન કર્યું હતું.
શ્રી પ્રધાને કહ્યું હતું કે, પીએમયુવાયએ નવા કનેક્શન સ્થાપિત કરવાની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2016-17માં લક્ષ્યાંક પાર પાડ્યો હતો. એસઇસીસી 2011 ડેટા મુજબ, ગરીબી રેખા નીચે જીવતા (બીપીએલ) કુટુંબોને સ્કીમ શરૂ થયાના પ્રથમ વર્ષમાં 2.20 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ માટે 1.5 કરોડના કનેક્શનના લક્ષ્યાંકથી વધારે છે. પીએમયુવાય 1 મે, 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી.
નાણાકીય વર્ષ 2016-17માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સમગ્ર દેશમાં 3.25 કરોડ નવા કનેક્શન આપ્યા છે. આ કોઈ પણ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા એલપીજી કનેક્શન છે. અત્યારે સક્રિય એલપીજી ઉપભોક્તાઓની સંખ્યા 20 કરોડથી વધારે છે, જે વર્ષ 2014માં 14 કરોડના આંકડામાં હરણફાળ છે તેવું તેમણે જણાવ્યું હતું.
શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં એલપીજીની માગમાં 10 ટકાથી વધારે દરે વધારો નોંધાયો છે. છેલ્લાં 3 વર્ષમાં 4,600થી નવા વિતરકો ઉમેરાયા છે, જે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં છે.
પીએમયુવાયના અમલીકરણની મુખ્ય ખાસિયતો પર બોલતા શ્રી પ્રધાને કહ્યું હતું કે, 85 નવા ઉપભોક્તાઓ રીફિલ માટે પરત ફર્યા છે. પીએમયુવાયના આશરે 38 ટકા લાભાર્થીઓ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ કેટેગરીના છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમયુવાયનો અમલ સહભાગીદારીમાં થઈ રહ્યો છે, જેમાં લાભાર્થીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જાણીતી હસ્તિઓ, સ્થાનિક વહીવટીતંત્ર વગેરે સંકળાયેલ છે. યોજનાને લોકપ્રિય બનાવવા તેમજ પ્રાદેશિક ભાષાઓમાં સલામતીના ધારાધોરણો લાભાર્થીઓને સમજાવવા કમ્યુનિકેશનની અલગ સ્ટ્રેટેજી હાથ ધરવામાં આવી હતી. તેમાં તમામ હિતધારકોનું જોડાણ અને યોજનાના અમલીકરણ પર નજર રાખવામાં આવે છે. શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, પીએમયુવાય સામાજિક અભિયાન બની ગઈ છે, જેમાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં અરજી કરી રહ્યા છે અને સીલિન્ડર્સ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે.
પેટ્રોલિયમ મંત્રીએ પીએમયુવાય યોજનાના અમલીકરણમાં ડિજિટલ ગવર્નન્સના ઉપયોગ દ્વારા મંત્રાલય અને ઓએમસીના પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી. તેમાં ડિજિટલી એઇડેડ આઇડેન્ટિફિકેશન અને ઉજ્જવલાના લાભાર્થીઓની પસંદગી, ઉજ્જવલાના લાભાર્થીઓનું કેવાયસી ડિજિટલ રીતે ફાઇલ કરવું, પહલના તમામ લાભાર્થીઓની સબસિડી માનવીય હસ્તક્ષેપ વિના ડિજિટલ રીતે ટ્રાન્સફર કરવી, આઇટી અનેબલ્ડ ડેશબોર્ડનો ઉપયોગ કરીને રોજિંદા ધોરણે ઉજ્જવલાના અમલીકરણ પર નજર રાખવી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ સ્થાપિત કરવા નવા સ્થળોની ઓળખ કરવી, આ યોજનાનાં સફળ અમલીકરણ માટે મંત્રાલય અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન અને ઓનલાઇન ડ્રો હાથ ધરવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.
મંત્રીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર્સ (ડીએનઓ) દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડીએનઓ પીએમયુવાયનો અમલ કરવા તમામ હિતધારકો સાથે અસરકારક સંકલન સ્થાપિત કરવા ‘પાયાના પત્થરો’ છે.
મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, મંત્રાલય અને ઓઇલ પીએસયુના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાની મુલાકાતો લઈને લાભાર્થીઓનો પ્રતિસાદ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી (650 જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી હતી).
શ્રી પ્રધાને એલપીજીના સલામત અને સુરક્ષિત વપરાશ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમામ પીએમયુવાય લાભાર્થીઓના ઘરમાં મિકેનિક મારફતે એલપીજી સીલિન્ડરનું ઇન્સ્ટોલેશન જેવા પગલાં લેવામાં આવ્યા છે, જેથી એલપીજીનો સલામત અને સાચો ઉપયોગ લાભાર્થીઓને સમજાવી શકાશે. લાભાર્થીઓને એલપીજીના સલામત ઉપયોગ માટે વાકેફ કરવા સમગ્ર ભારતમાં નિયમિત રીતે સેફ્ટી ક્લિનિક્સ/કેમ્પ્સનું આયોજન પણ કરવામાં આવે છે.
મંત્રીએ અંતમાં પીએમયુવાય મારફતે “મહિલાઓ કો મિલા સમ્માન, યહી હૈં ઉજ્જવલા કી પહેચાન” સાથે સમાપન કર્યું હતું.
AP/J.Khunt/GP
(Release ID: 1489323)
Visitor Counter : 154