શહેરી વિકાસ મંત્રાલય

સ્વચ્છ સર્વેક્ષણ 2017 : માપદંડ અને પ્રક્રિયા

Posted On: 04 MAY 2017 2:36PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-05-2017

 

 

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2017માં કરાયેલા સ્વચ્છ સર્વેક્ષણ 2017નો ઉદ્દેશ્ય શહેરો અને નગરોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો અને મ્યુનિસિપલ ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારાને પ્રાથમિકતા આપી, સ્વચ્છતાના પરિદ્રશ્યમાં સુધારાની બાબતમાં જાણકારી મેળવવાનો છે. જે અનુસાર આ પરિણામો મળેલ છે.

સર્વેક્ષણ માટે સ્વચ્છતા સંબંધી પાસાઓના વિભિન્ન કારણો માટે માપદંડ અને ભારાંક આ પ્રમાણે છે.

એ - ઘર-ઘરથી કચરો એકત્રિત કરવા સહિત ઘન કચરાની વ્યવસ્થા, પ્રક્રિયા અને નિકાલ, ખુલ્લામાં શૌચથી મુક્તિની સ્થિતિ : કુલ 2000 અંકોના 45 ટકા એટલે કે 900 અંક

બી - નાગરિકોની પ્રતિક્રિયા : 30 ટકા એટલે કે કુલ અંકોમાંથી 600

સી - સ્વતંત્ર અવલોકન : 25 ટકા એટલે કે 500 અંક

સર્વેક્ષણ કરનારી ભારતીય ગુણવત્તા પરિષદે 434 શહેરો અને નગરોમાં 17500 સ્થળો પરના અવલોકન માટે 421 મૂલ્યાંકનકર્તાની ગોઠવણ કરી હતી. અન્ય 55 વ્યક્તિ નિયમિત રૂપથી વાસ્તવિક સમયમાં સર્વેક્ષણ પ્રક્રિયાની દેખરેખ કરી રહી હતી. મૂલ્યાંકનકર્તાઓ દ્વારા જિયો ટૈગ કરાયેલા ઉપકરણોથી ક્ષેત્રમાં તપાસ કરી સ્વચ્છતાની સ્થિતિ પર સાબિતી આધારિત રીપોર્ટ તૈયાર કરાયો છે.

 

AP/J.Khunt/GP                                                                                                                                                                                                                                                                        


(Release ID: 1489215) Visitor Counter : 202


Read this release in: English